મનિષ પાંડે, લોકેશ રાહુલ અને ખલીદ અહેમદને તક મળશે: ફાઈનલ અગાઉ ભારત માટેે પ્રેકટીસ મેચ
પાકિસ્તાનને સતત બે વખત હરાવ્યા બાદ ફોર્મ ધરાવતી ભારતીય ટીમ આજે અફઘાનિસ્તાન સામે એશિયા કપની પોતાની અંતિમ જીત મેચમાં ટકરાશે. ત્યારે ટીમનો આશય ફકત જીત નહીં પરંતુ મીડલ ઓર્ડર બેટ્સમેનોને ચકાસવાનો અને નવા બેટ્સમેનોને પણ ચકાસવાનો રહેશે.
અત્યાર સુધીના મેચમાં મોખરાના બેટ્સમેન સીવાય બાકીનાની ખાસ કસોટી થઈ નથી તેમજ મનિષ પાંડે અને લોકેશ રાહુલ જેવા બેટ્સમેનોને ચાન્સ મળ્યો નથી. આજની અફઘાનિસ્તાન સામેની મેચમાં મનિષ પાંડે, લોકેશ રાહુલને તક મળશે. આજની આ મેચ સાંચે ૫ કલાકે શ થશે.
વર્તમાન ટૂર્નામેન્ટમાં હોંગકોંગ સામેની પ્રથમ મેચને બાદ કરતા ભારતના મોટાભાગના બેટ્સમેનોને બેટીંગ કરવાની તક મળી નથી. પાકિસ્તાન સામે ભારતે બે મેચમાં અનુક્રમે ૭ અને ૮ વિકેટે મેચ જીતી હતી. તો શુક્રવારે બાંગ્લાદેશને ૭ વિકેટે હરાવ્યું હતું. આ હોંગકોંગ સામે બિન પ્રભાવશાળી પ્રારંભ કર્યા બાદ ભારતીય ટીમે મજબૂત પ્રદર્શન કર્યું છે અને હવે ફાઈનલ જીતવા માટે પણ ફેવરીટ બની ગઈ છે.
બીજી તરફ અફઘાનિસ્તાન માટે આ મેચ મહત્વની છે કેમ કે તેના ફાઈનલ પ્રવેશની પણ આશા છે. ભારત આ મેચ જીતે તો અફઘાનિસ્તાન આઉટ થઈ જાય પરંતુ તે આ મેચમાં જીતી જાય તો પાકિસ્તાન અને શ્રીલંકા સામે તેની નેટ રનરેટની સરખામણી થાય તેવી સ્થિતિ પેદા થઈ શકે તેમ છે.
રવિવારે રમાયેલી અન્ય મેચમાં બાંગ્લાદેશ સામે છેક છેલ્લી ઓવર સુધી જજુમ્યા બાદ અફઘાન ટીમનો ત્રણ રનથી પરાજય થયો હતો. રશીદ ખાનને બાદ કરતા અફઘાનિસ્તાને તેની બેટીંગમાં વધુ મહેનત કરવી પડશે. કેમ કે જસપ્રીત બુમરાહ, કુલદિપ યાદવ અને યુજવેન્દ્રસિંહ ચહલ અત્યારે તરખાટ મચાવી રહ્યાં છે અને ભુવનેશ્વરકુમારે પણ નોંધપાત્ર બોલીંગ કરી છે. આજની મેચમાં ભારત ૨ થી ૩ ખેલાડીઓને તક આપશે તેવી શકયતા છે.