પાણી પુરવઠો, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં લીંબડી પ્રાંત કચેરી ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જે વિસ્તારમાં પીવાના શુધ્ધ પાણીની મુશ્કેલી હોય તેવા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણી પુરવઠો પહોંચે તે પ્રકારની કામગીરી હાથ ધરવા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ખાસ તાકિદ કરી હતી.
. વધુમાં તેમણે છેવાડાના ગ્રામ્ય વિસ્તારના એકપણ ગામમાં પીવાના શુધ્ધ પાણીની સમસ્યા રહે નહીં તે અંગે ખાસ તકેદારી રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સબંધિત વિભાગાના અધિકારીઓને પણ સુચના આપી હતી. મંત્રીએ ગ્રામ્ય વિસ્તારમાં પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળે રહે તેવી રાજય સરકારની નેમ છે, ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સુધી પુરાતા પ્રમાણમાં પાણીનો પુરવઠો પહોંચે તેવું આયોજન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે લોકસભા સાંસદ દેવજીભાઇ ફતેપરા, નાયબ કલેકટર વી.કે. પટેલ, પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર બી.એ.મારૂ, કાર્યપાલક ઇજનેર વી.કે. શાહ, અગ્રણી સર્વ શંકરભાઇ વેગડ, કિરીટસિંહ રાણા, પદાધિકારી- અધિકારીઓ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સહિત લીંબડી, ચુડા અને સાયલા વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં.