ફોટો શેરિંગ એપ ઈંસ્ટાગ્રામના કો ફાઉન્ડ કેવિન સિસ્ટ્રોમ (34) અને માઈક ફ્રીગરે (32) રાજીનામું આપી દીધું છે. સિસ્ટ્રોમ ઈંસ્ટાગ્રામના સીઈઓ અને ફ્રીગર ચીફ ટેક્નિકલ ઓફિસરની જવાબદારી સંભાળી રહ્યા છે. બંને હવે થોડા દિવસમાં કંપની છોડી દેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પેરેન્ટ કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ સાથે વિવાદોના કારણે બંનેએ આ નિર્ણય લીધો છે.
5 મહિના પહેલાં વોટ્સએપના સીઈઓ અને કો-ફાઉન્ડર અને ફેસબુકના બોર્ડ મેમ્બર જોન-કોમે કંપની છોડી દીધી છે. તેમણે પણ ફેસબુક સાથેના વિવાદોના કારણે રાજીનામું આપી દીધું છે. તેઓ ફેસબુકની ડેટા પોલિસીથી નારાજ હતાં. ફેસબુકે 2014માં વોટ્સએપને ખરીદ્યું હતું.
ફેસબુકે 2012માં 100 કરોડ ડોલર (હાલની કિંમત પ્રમાણે રૂ. 7200 કરોડ)માં ઈંસ્ટાગ્રામ ખરીદ્યું હતું. છ વર્ષ પહેલાં ઈંસ્ટાગ્રામના માત્ર 3 કરોડ યુઝર્સ હતા. હવે આ સંખ્યા 100 કરોડને પાર થઈ ગઈ છે. ફેસબુકની આવકનો મોટો હિસ્સો ઈંસ્ટાગ્રામ પરથી આવે છે.