હાલમાં રાષ્ટ્રીય પોષણ અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતગત ખમીદાણા આંગણવાડીમાં પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સગર્ભા મહીલાઓને કિશોરીઓને અને બાળકોને બોલાવીને પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.
પોષણક્ષમ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. પોષણક્ષમ અભિયાનમાં વાનગી હરીફાઇ પણ યોજવામાં આવી હતી જેમાં વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી જેમાં સગર્ભા મહીલાઓને કીશોરીઓ તથા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. પોષણ અભિયાનમા આરોગ્યના બહેનો આર્ય વર્કરો આંગણવાડી કાર્યકર જયોત્સનોબન જોષીએ ભારે જહેમત ઉઠાવી હતી.