અધિકારીએ મુંબઈની એક કંપનીને ૯૮ લાખના કોન્ટ્રાકટમાં મદદ કરવા બદલ ૮૦ હજારની રિશ્ર્વત માંગી હતી

કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)એ મુંબઈની એક ફર્મ દ્વારા કામકાજી અનુબંધના બદલે કથિત રૂપે રિશ્ર્વત માંગતા અને સ્વીકાર કરતા ભારતીય એરફોર્સના એક અધિકારીને ઝડપી લીધો છે. અધિકારી સાથે આ મામલે વધુ પુછપરછ ચાલી રહી છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમારે જામનગર એરફોર્સ સ્ટેશન પર આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફીસર તરીકે ફરજ બજાવતા પંકજકુમારને સીબીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની એક ફર્મના ૯૮ લાખના કોન્ટ્રાકટમાં કુમારે ૮૦ હજારની રિશ્ર્વત લીધી છે.

વધુમાં અધિકારીએ જણાવ્યું કે પ્રબંધ નિર્દેશક જેમ્સ મસીહ અને તેમના પુત્ર રોબીન ને સીબીઆઈએ એફઆઈઆરમાં પણ સામેલ કર્યા છે. જોકે તેમની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી સીબીઆઈને જણાવ્યું કે કુમારે રોબીન પાસેથી ૨ લાખ રૂપીયાની માંગ કરી હતી જેને પગલે ફર્મના કચ્છમાં નલીયા વાયુસેના સ્ટેશન પર એક કામ માટે મૂવર્સ, ટ્રેકટર અને મજૂરોની ભરતી કરવાનો કોન્ટ્રાકટ મળી શકે. અધિકારીએ કહ્યું કે રિશ્ર્વત ૧.૨૫ લાખ રૂપીયા સુધી લેવાની હતી. અને જે સમયે કુમારની ધરપકડ કરાઈ તે સમયે તેણે ૮૦ હજાર રૂપીયાની રકમ મેળવી લીધી હતી.

સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે જાણે આરોપીઓ પર ભારતીય દંડ સહિતાની કલમ ૧૨૦ (બી) અન્વયે ભ્રષ્ટાચારની કલમના નિયમો પ્રમાણે અપરાધીક ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સીબીઆઈએ એફઆઈઆરમાં દાવો કર્યો છે કે કુમારને ભારતીય સેના દ્વારા પ્રસારીત કરવામાં આવેલી વિવિધ કાર્યપ્રણાલી અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફીસર જામનગરનાં ક્ષેત્રમાં આવતા આઈએએફક્ષેત્રમાં નિમાયેલા અધિકારી દ્વારા પોતાના માટે રિશ્ર્વત લીધી છે. જેને પગલે તેની ધરપકડ કરવામાં આવી છે. અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.