ક્રૂડ 80 ડોલર પ્રતિ બેરલને પાર
એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં પેટ્રોલ 7 ટકા મોંઘુ થયું પણ વપરાશમાં ઘટાડો નથી થયો
ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ મંગળવારે 14 પૈસા મોંઘુ થયું. મુંબઈમાં ભાવ લીટર દીઠ રૂ. 90.22 અને દિલ્હીમાં 82.86ની સપાટીએ પહોંચી ગયો છે. તેલ કંપનીઓએ સતત છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. ડીઝલની કિંમતોમાં 10થી 11 પૈસાનો વધારો થયો છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ 81 ડોલર દીઠ બેરલને પાર થઈ ગયો છે. આ નવેમ્બર 2014 પછીનો સૌથી વધુ ભાવ છે.
મેટ્રો શહેરમાં ડીઝલના ભાવ
શહેર | સોમવારનો ભાવ (લિટર દીઠ રૂ. માં) | મંગળવારનો ભાવ (લિટર દીઠ રૂ.માં) | વધારો |
દિલ્હી | 74.02 | 74.12 | 10 પૈસા |
મુંબઈ | 78.58 | 78.69 | 11 પૈસા |
કોલકાતા | 75.87 | 75.97 | 10 પૈસા |
ચેન્નાઈ | 78.26 | 78.37 | 10 પૈસા |
મેટ્રો શહેરમાં પેટ્રોલના ભાવ
શહેર | સોમવારનો ભાવ (લિટર દીઠ રૂ. માં) | મંગળવારનો ભાવ (લિટર દીઠ રૂ.માં) | વધારો |
દિલ્હી | 82.72 | 82.86 | 14 પૈસા |
મુંબઈ | 90.08 | 90.22 | 14 પૈસા |
કોલકાતા | 84.54 | 85.68 | 14પૈસા |
ચેન્નાઈ | 85.99 | 86.13 | 14 પૈસા |