માણાવદરના ગાયત્રી માતા યજ્ઞ મંડળ દ્વારા તા.૧૯/૯/૨૦૧૮થી નકલંકધામ આશ્રમ હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કેશોદના જાણીતા શાસ્ત્રી ભરતભાઈ ત્રિવેદી દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના ચોથા દિવસે સંતો-મહંતોએ હાજરી આપી હતી.નકલંકધામ આશ્રમ તોરણીયાના મહંત રાજેન્દ્રદાસબાપુ દ્વારા વિશાળ પરીસર અને બાગ-બગીચા તેમજ વિશાળ સભાખંડ અને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ છે. આ આશ્રમ જોઈને લોકો મંત્રમુગ્ધ થઈને કથાનું રસપાન કરે છે. માણાવદરના સેવાભાવી ડો.પંકજભાઈ જોષી દ્વારા તેમના મોટાબેન સ્વ.ઈન્દીરાબેનના સ્મરણાર્થે કથાનું આયોજન કરવામાં આવેલ છે.
આ કથામાં ગાયત્રી પરીવારના હરેશભાઈ રાવલ, વિનુભાઈ જાની, ધારાશાસ્ત્રી વી.જે.મહેતા, પત્રકાર હિતેષ પંડયા, ડો.બિપીનભાઈ વ્યાસ વગેરે કથાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.