જુનાગઢ, વેરાવળ, મોરબી સહિતના વિસ્તારમાં સ્વાઈનફલુનો કહેર.
શહેરભરમાં સિઝનલફલુને લઈને ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે. વેરાવળ, જુનાગઢ, મોરબી પંથકમાંથી દર્દીઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં સિઝનલફલુને દર્દીઓમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૨૧થી વધુ દર્દીઓ સ્વાઈનફલુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે.
વધતા જતા સ્વાઈનફલુના કેસો સામે આરોગ્ય તંત્રમાં ચિંતાનો વિષય બની રહ્યું છે. સ્વાઈનફલુના દર્દીઓને લઈ જયારે વધારો થઈ રહ્યો છે ત્યારે કંટ્રોલ રૂમના સુત્રોના જણાવ્યા મુજબ ગોંડલની ૨૭ વર્ષીય મહિલા તથા ગોંડલના મોવિયા ગામના ૫૦ વર્ષના પ્રૌઢ ઉપરાંત મેટોડાના જીઆઈડીસીના ૮૪ વર્ષના વૃદ્ધ અને કાલાવડ રોડ પર રહેતા ૬૦ વર્ષીય મહિલા અને જેતપુરના ૫૦ વર્ષીય વૃદ્ધાની રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જયારે વધુ ૨૧ દર્દીઓ અલગ-અલગ હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહ્યા છે. જયારે ચાલુ માસ દરમિયાન સ્વાઈનફલુના ૩૬ જેટલા પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં અત્યાર સુધી ૨ લોકોના મોત નિપજયા છે.
સૌરાષ્ટ્રભરમાં રાજકોટ ઉપરાંત ગીર-સોમનાથ, ધોરાજી, વેરાવળ, પોરબંદર અને મોરબીમાં સ્વાઈનફલુ હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓમાં આઠ જેટલા દર્દીઓની હાલત ગંભીર જણાઈ રહી છે.