ઇસરોની તેજ રફતાર
જીસેટ-૧૯ અને ર૯ ના લોન્ચીંગ બાદ હવે જીસેટ-૧૧ અને ર૦ ના લોન્ચીંગથી ભારતમાં ઇન્ટરનેટ ક્ષેત્રે મોટીક્રાંતિ આણશે
શું તમે ઇન્ટરનેટની ધીમી ગતિથી કંટાળી ગયા છો ? તો ૨૦૧૯ સુધી ધીરજ ધરો કારણ કે આવતા વર્ષના અંત સુધીમાં ભારતમાં ઇન્ટરનેટની ઝડપ ૧૦૦ જીબીપીએસ સુધીની મળી રહેશે. આ પ્રકારની ખાતરી ઇન્ડિન સ્પેશ રીસર્ચ ઓર્ગેનિઝેશન ઇસરોએ આપી છે.
ઇસરોના ચેરમેન કે.સિવાને જણાવ્યું છે કે, ચાર કોમ્યુનીકેશન સેટેલાઇટ ના લોન્ચીંગથી સંચાર ક્ષેત્રે ક્રાંતિ અણાશે. જે ૧૦૦ ગીગાબીટસ પર સેકન્ડ જીબીપીએસની ઝડપે બ્રોડએન્ડની સુવિધા પુરી પાડશે.
તેમણે વધુમાં માહીતી આપતા કહ્યું કે કોમ્યુનીકેશન સેટેલાઇટ જીસેટ-૧૯ કે જે ગયા વર્ષે જુન માસમાં અગાઉથી જ લોન્ચ કરી દેવાઇ છે જયારે જીસેટ-૨૯ પણ નવેમ્બરમાં લોન્ચ થઇ ગઇ છે.
ત્યારે હવે જીસેટ-૧૧ કે જે લોન્ચ થવા માટે સજજ છે. આ સેટેલાઇટ ૫.૭ ટનનું વજન ધરાવે છે. આ જીસેટ-ર૧ ના લોન્ચીંગ બાદ જીસેટ-ર૦ આવતા વર્ષે લોન્ચ કરવાનો ઇસરોનો પ્લાન છે.
કે.સિવાને કહ્યુ: કે, આ તમામ સેટેલાઇટ ભારતમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટની સેવા પુરી પાડશે તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર સુધી તમામ પ્રકારની સુવિધા પુરી પાડવા માટે ડીજીટલ બ્રીજ બાંધવામાં પણ મદદે મળશે. જીસેટ-૧૧ ની વાત કરીએ તો આ સેટેલાઇટનું વજન
૫.૬ ટન છે. જે લગભગ ૫૦૦ કરોડના ખર્ચે તૈયારી કરાઇ છે. જેને યુરોપિય અંતરીક્ષ એજન્સીના રોકેટ એરિપન-પ ની સાથે સાઉથ અમેરિકાના ફ્રેંચ ગુએના સ્થિત કૌરુ પ્રક્ષે પણ ખાનેથી લોન્ચ કરાશે.
આ સેટેલાઇટના સફળતાપૂર્વક લોન્ચિંગથી ભારતમાં ઇન્ટરનેટ ક્રાંતિ અણાશે અને મોદી સરકારના ડીજીટલ ઇન્ડિયા અભિયાનને પણ મજબુતી મળશે.