રાજકોટના એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સીમાં વસુંધરા કા રાજા આકર્ષણ બન્યું છે. ગણપતિના દર્શન કરવા માટે આજુબાજુની સોસાયટીઓ તેમજ સોસાયટીના દરેક સભ્યો સાંજે મહાઆરતીમાં ઉમટી પડે છે. આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને તેમના ધર્મપત્ની વસુંધરા કા રાજાના દર્શન કરવા આવ્યા હતા ગણેશ ભગવાનની વિશાળ મૂર્તિ જોઈને તેઓ ભાવવિભોર બની ગયા હતા આ તબકકે તેમણે મહાઆરતી અને પુષ્પાંજલીનો લાભ લીધો હતો. દરમ્યાન વસુંધરા કા રાજાનું જે રીતે સોસાયટીનાં સભ્યોએ આયોજન કર્યું હતુ તેની કલેકટરે પ્રશંસા કરી હતી. સુંદર આયોજન બદલ તેમના ધર્મપત્ની પણ ગદગદીત થઈ ગયા હતા. સાથોસાથ વસુંધરા કા રાજાના દર્શન માટે શહેરના જોઈન્ટ પોલીસ કમિશ્નર ખત્રીએ પણ મહાઆરતી તથા પુષ્પાંજલીનો લાભ લીધો હતો. અને સુંદર આયોજન બદલ ગણેશ ઉત્સવ કમીટીનો આભાર માન્યો હતો. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના નિવાસી અધિક કલેકટર પરિમલ પંડયાએ પરિવારજનો સાથે વસુંધરા કા રાજાની મહાઆરતી તથા પુષ્પાંજલીનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે ગણેશ ઉત્સવ કમિટીએ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અગાઉના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો, કર્મના સિદ્ધાંત ને સમજી શકો, શુભ દિન.
- ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓનું મુખ્યમંત્રી પટેલના હસ્તે સન્માન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી ‘સ્નેક રેસ્ક્યુ એપ’ કરી લૉન્ચ
- ગીર સોમનાથ: ખેડૂત એકતા મંચના આગેવાની હેઠળ 30 ગામના ખેડૂતો દ્વારા આવેદન પાઠવાયું
- ASUS ROG એ CES 2025માં મચાવી ધૂમ…
- સુરત: સરથાણામાં પતરાના શેડમાં ચાલતું જાણીતી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેશન કરાતું કારખાનું ઝડપાયું
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનો સાસંદ રૂપાલા-મોકરિયાના હસ્તે પ્રારંભ