જય ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં જીલ્લા કક્ષાની અંડર ૧૪ અને અડર ૧૭ બાસ્કેટ સ્પર્ધામાં અંડર ૧૭ વર્ગમાં પ્રથમ અને અંડર ૧૪ વર્ગમાં દ્વિતિય ક્રમાંકે સફળતા મેળવી હતી.
જેમાં અંડર ૧૪ બાસ્કેટ બોલની ટીમમાં રૂદદતસિંહ પરમાર રૂતુરાજસિંહ વાલા, વૈભવકુમાર રામાનુજ, સબીર સંઘાર, મિલન ઓડેદરા, રાજવીરસિંહ જાડેજા, તરૂન લકુમ, કેવલ પુરોહીત, જયરાજસિંહ વાલા, ભાર્ગવ ટાંક, ગોવિંદસિંહ માહેર અને યુગ અસોદરીયા વગેરે વિદ્યાર્થીઓએ જીલ્લા કક્ષાએ દ્વિતિય ક્રમાંકે સફળતા મેળવી હતી જયારે અંડર ૧૭ બાસ્કેટ બોલની ટીમમાં અનુક્રમે અનિરૂધ્ધ ભાંભડા, વિવેક પરમાર, સિધ્ધરાજ વાલા, હુસૈન સંઘાર, કેતન સામંદ, નિલય વેકરીયા, પ્રિયાંકકુમાર વણજારા, દિવ્યેશ કામલીયા, ગૌતમ ચોમલ, હરમિત પાણખાણીયા, આર્યન કણસાગરા અને તીર્થ માલવાણીયાએ અને જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
જઈ ઈન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓની ખેલ મહાકુંભની સ્પર્ધાની સિધ્ધીઓ પાછળ વિદ્યાર્થીઓનો સખત પરિશ્રમ અને તેમના બાસ્કેટબોલ ટીમના કોચ પ્રણવભાઈ જોષી, ફોરમબેન કામાણી તેમજ મનસુખભાઈ સબાલીયાની તાલીમ અને મહેનત કરી છે. આ પ્રશંસનીય સફળતા બદલ સંસ્થાના ડિરેકટર ડી.વી. મહેતા સીઈઓ, ડીમ્પલબેન મહેતા, સેકશન હેડ વિપુલ ધનવા અને પ્રજ્ઞાબેન દવે દ્વારા સર્વે ખેલાડીઓ અને તેમના કોચને તેમજ સ્પોર્ટસ એન્ડ કલચરના હેડ બંસી ભુતને અભિનંદન પાઠવ્યા હતા.