સાયબર ગુનાઓને નાથવા સાયબર સેલને પોલીસ સ્ટેશન સમકક્ષનો દરજજો આપવાની માંગ

જેમજેમ ડીજીટલ સેવાઓ વધતી જઈ રહી છે.તેમ તેમ સાયબર ક્રાઈમનો ભય પણ વધ્યો છે.ત્યારે સાયબર ગુનાઓને ભેદવા સાયબર સેલને પોલીસ સ્ટેશન સમકક્ષનો દરજજો આપવા ક્રાઈમ બ્રાંચ સમક્ષ એક પ્રપોઝલ મુકાઈ છે. આ વિશે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપન બ્રાંદ્રાએ કહ્યું કે આ પ્રપોઝલ પર વિચાર કરાશે અને ટુંક સમયમાં અમલીકરણ પણ કરાશે.

ઉલ્લેખનીય છે કે, સાયબર સેલ હાલ, સીટી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટેશન ડાયરી અંતર્ગત કાર્ય કરે છે. સાયબર સેલના જણાવ્યા મુજબ નોટબંધી બાદ સાયબર ગુનાઓમાં અધધ ૫૦%નો વધારો થયો છે. ડીજીટલ ફોડ અને ચીટીંગનું પ્રમાણ ૬૦% કરતા પણ વધ્યું છે.

સાયબર ગુનાઓ કેવી રીતે અને કયા પ્રકારે થાય છે તે અંગે જણાવતા તેમણે કહ્યું કે, ફોડ કરનારાઓ ક્રેડીટ કાર્ડ કે ડેબીટ કાર્ડ રીએકટીવેટ કરવાના બહાને બેંકમાંથી વાત કરૂ છું તેમ કહી ખાનગી વિગતો મેળવી લે છે. આ ઉપરાંત ખોટા નામે ઈન્સ્યોરન્સ પોલીસીના વેચાણ દ્વારા પણ આપણી વિગતો મેળવે છે અને ત્યારબાદ આપણા ડેટાનો ઉપયોગ કરી આપણા સોશ્યલ એકાઉન્ટસ હેક કરે છે. અથવા બેંકીંગ વિગતોના આધારે નાણાની ઉઠાંતરી કરી લે છે.

ઝારખંડ અને દિલ્હીતો જાણે સાયબર ગુનાઓનું હબ બન્યું હોય તેમ સાયબર ક્રાઈમની ફરિયાદોના દીન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. સાયબર ગુનામાંથી બચવા બેંક એકાઉન્ટ, ક્રેડીટ કે ડેબીટ કાર્ડ અને ફોન નંબર સહિતની માહિતી અજાણ્યા શખ્સો સાથે વહેચવી જોઈએ નહી.

સાયબર સેલના અધિકારીઓએ જણાવ્યું કે, દર વર્ષે સરેરાશ ૧૫૦૦ જેટલી ફરિયાદો નોંધાય છે. વર્ષ ૨૦૧૬માં ૩૦૦૦ સાયબર ગુના નોંધશયા હતા જેમાંથી મોટાભાગની અરજીઓ નોટબંધી બાદ નવેમ્બરમાં આવી હતી વર્ષ ૨૦૧૭નું વર્ષનો તેના કરતા પણ ખરાબ રહ્યું હતુ કારણ કે ત્યારે સાયબર ક્રાઈમની ૪૦૦૦ ઉપર ફરિયાદો નોંધાઈ હતી. આ પ્રમાણને ઘટાડવા સાયબર સિકયુરીટી વધુ મજબુત બનાવવી અત્યંત જરૂરી છે.

આ માટે સાયબર સેલને પોલીસ સ્ટેશનનો દરજજો આપવો જરૂરી છે. કે જેનાથી સાયબર ગુનાઓને ભેદવાની પ્રક્રિયા વધુ ઝડપી બની જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.