‘લવરાત્રી’ ફિલ્મ દ્વારા નવરાત્રીના પાવન પર્વને અપમાનીત કરવાનો અને હિન્દુ લોકોની લાગણી દુભાવવાનો સલમાન પર આરોપ

લવરાત્રી લવરાત્રી વચ્ચે સલમાન કાન સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. બિહારમાં મુઝફરપુરના મીથનપુરા પોલીસ સ્ટેશન ખાતે સલમાન વિરૂધ્ધ કેસ એડવોકેટ સુધીરકુમાર ઓઝાએ નોંધાવ્યો છે.

જણાવી દઈએ કે, સલમાન અને તેના જીજુ આયુષશર્માની અપકમીંગ ડેબ્યુ ફિલ્મ મોટા વિવાદમાં સપડાઈ છે. આ ફિલ્મનું નામ ‘લવરાત્રી’ રાખવામાં આવ્યું હતુ જેને બદલી ‘લવયાત્રી’ કરી દેવાયું છે. તેમ છતા વિરોધ વંટોળ હજુ યથાવત જ છે. મુઝફરપૂરના કેટલાંક સંગઠનોએ ફિલ્મનું નામ બદલવા અને ફિલ્મની અમુક સામગ્રી બદલવા કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતુ કે આ ફિલ્મ ‘નવરાત્રી’ પર બનેલી છે. નવરાત્રીએ હિંદુલોકોની સંસ્કૃતિનો તહેવાર છે. જેને આ ફિલ્મ દ્વારા અપમાનીત કરવાનો પ્રયાસ કરાયો છે.અને હિન્દુ લોકોની લાગણી દુભાઈ છે. આ સાથે એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, સલમાનની આ ફિલ્મને સેન્સરબોર્ડનું પ્રમાણપત્ર પણ મળ્યું નથી તેમ છતા પ્રોમો રીલીઝ કરી દેવાયાઅરજીની સુનાવણી કરતા સબ ડીવીઝનલ જયુડીસીયલ મેજીસ્ટ્રેટ શૈલેષ રાયે આદેશ કર્યો હતો કે, સલમાન વિરૂધ્ધ કેસ દાખલ થાય જેના પગલે સલમાન અને તેની ફિલ્મ વધુ એક વખત વિવાદમાં ઘેરાયા છે. ઉલ્લેખનીય છે કે, સલમાનની આ ફિલ્મ આગામી પાંચ ઓકટોબરનાં રોઝ રીલીઝ થવાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.