૨૦૦૫-૦૬ના એક દશક બાદ ૨૦૧૫-૧૬માં ૨૭ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા
ભારતના ગરીબીના દર નીચો ગયો છે. આદિવાસી અને મુસ્લીમોની વાત કરવામાં આવે તો ૨૦૦૫-૦૬ના પછીના દશકમા ૨૭ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. એક નવા આંકડામા આ વિગતો બહાર આવી છે. સંયુકત રાષ્ટ્રવિકાસ કાર્યક્રમ અને ઓકસફર્ડ ગરીબી અને માનવ વિકાસ પહેલ ૨૦૧૮ના વૈશ્વીક ગરીબી આંકડાઓ પ્રમાણે દુનિયામાં લગભગ ૧૩ અરબ લોકો ગરીબી રેખા નીચે જીવન વ્યતીત કરી રહ્યા છે. જે ૧૦૪ દેશોની વસતિના લગભગ એક ચતુર્થાશ બરાબર છે.
જેમાંથી ૧૩ અરબ લોકો ૪૬ ટકા વધુ ગરીબ છે અને એમપીઆઈમાં છે માપદંડો રજૂ કરાયા છે તેમાં ઓછામાં ઓછી સુવિધાઓ તેઓને મળી રહી છે. સૂચકાંક પ્રમાણે ભારતમાં ૨૦૦૫-૦૬ અને ૨૦૧૫-૧૬ વચ્ચે ૨૭/૧ કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે.
દેશમાં ગરીબોની વસતિ લગભગ અડધી થઈ ગઈ છે. અને દસ વર્ષનાં અંતરાલમાં તે ૫૫ ટકાથી પણ ઓછી ૨૮ ટકા થઈ જશે આ માપદંડો પ્રમાણે બાળકો, ગરીબ રાજયો, આદિવાસીઓ અને મુસ્લિમો વચ્ચે ગરીબી ઘટવાનો દર સૌથી તેજ છે.
ભારતે ગરીબીને ઓછી કરવામાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. ૨૦૦૫-૦૬ અને ૨૦૧૫-૧૬ વચ્ચે બહુઆયામી ગરીબીની ઘટનાઓમાં લગભગ ૨૭.૫ ટકાથી વધારો થયો છે.
મળતી માહિતી મુજબ અનુસુચિત જાતિ માટે એમપીઆઈ ૨૦૦૫-૦૬માં ૦.૩૩૮થી ૨૦૧૫-૧૬માં ૦.૧૪૫ થઈ ગયો અન્ય પછાત વર્ગો માટે એમપીઆઈ ૨૦૦૫-૦૬માં ૦.૨૯૧ થી ૨૦૧૫-૧૬માં ૦.૧૧૭ થઈ ગયો જયારે મુસ્લિમોના મામલે એમપીઆઈ ૨૦૦૫-૦૬માં ૦.૩૩૧થી ૨૦૧૫-૧૬માં ૦.૧૪૪ થઈ ગયો અનૂસુચિત જનજાતીઓ માટે એમપીઆઈ ૨૦૦૫-૦૬માં ૦.૪૪૬થી ૨૦૧૫-૧૬માં ૦.૨૨૯ થઈ ગયો.
આ આંકડાઓ પ્રમાણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કે ગરીબી રેખા નીચે જીવતા લોકો હવે તે રેખાથી બહાર આવી રહ્યા છે.
સૌથી ગરીબ સમુહ રાજયો, જાતીઓ ધર્મા અને યુગોમાં એમપીઆઈ ૨૦૧૫-૦૬ થી ૨૦૧૫-૧૬માં સૌથી વધારે ઘટાડો નોંધાયો છે. રાજયોમાં ઝારખંડમાં અણાચલ પ્રદેશમાં, બિહાર, છતીસગઢ અને નાગાલેન્ડમાં થોડો સુધારો થયો છે. જોકે બિહારમાં ૨૦૧૫-૧૬માં સૌથી ગરીબ રાજય છે.
જોકે આદિવાસી અને મુસ્લિમો હજુ પુરી રીતે ગરીબી રેખાની બહાર આવ્યા નથી. પરંતુ તેમા ગરીબીનો દર ઘટતો જાય છે. અનુમાન પ્રમાણે ગરીબી રેખામાં જીવતા અડધા લોકો ૧૮ વર્ષથી નાના છે.નવા આંકડા પ્રમાણે ૧૦૪માં દેશોમાં ૬૬૨ મિલીયન બાળકોને ગરીબ માનવામા આવે છે. જેમાં ૩૫ દેશોમાં બધા બાળકોમાંથી અડધા ગરીબ છે. ૨૦૧૮નાં આંકડાઓ પ્રમાણે દેશમાં વિકાસ થઈ રહ્યો છે. અને દેશમાં ગરીબી ઝડપથી નાબુદ થઈ રહી છે.