હેન્ડ ગ્લોગ્ઝ, ગમ બુટ, માસ્ક અને રેડિયમ એપ્રોન સાથેની કિટ સફાઇ કામદારોને ઉપયોગી
નયારા એનર્જી લિ. ના સહયોગથી જામનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સફાઇ કર્મીઓને આરોગ્ય સહીતની જાળવણીમાં મદદરુપ થઇ શકે એ પ્રકારની બે હજાર સુરક્ષા કીટસ અર્પણ કરવામાં આવી હતી. આ સુરક્ષા કીટમાં હેન્ડ ગ્લોગ્ઝ, ગમ બુટ, રેડીયમ એપ્રોન અને માસ્કનો સમાવેશ થાય છે. જામનગર મહાનગરપાલિકાએ નયારા એનજી લિ. ના આ સહયોગને અભિવાદન પત્ર વડે બિરદાવ્યો હતો.
જામનગર શહેર સ્વચ્છ અને સુંદર કામગીરી જેના શિરે છે એ સફાઇ કર્મીઓ માટે જામનગર મહાનગરપાલિકાએ ચિતિંત બની સફાઇ કર્મીઓના આરોગ્ય અને સુરક્ષા માટે સાધનો વસાવવા નિર્ણય લીધો હતો. આ નિર્ણયની પરિપૂર્તિ કરવામાં વાડીનાર સ્થિત નયારા એનર્જી લિ.ને ભાગીદાર થવાનો શ્રેય સાંપડયો હતો.
નયારા એનજી લી રીફાઇનરી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ઔઘોગિક સામાજીક જવાબદારી નિભાવવામાં હંમેશા અગ્રેસર રહે છે ત્યારે જામનગર શહેરમાં સ્વચ્છતા જાળવવાનું કાર્ય કરતા સફાઇ કર્મીઓને મદદરુપ થવા અને તેઓને સુરક્ષા પુરી પાડવા માટે પણ નયારા એનજી લી. આગળ આવ્યું છે. આ માટે કંપની તરફથી થોડા સમય પહેલા રૂ ૨૦ લાખનું અનુદાન જામનગર મહાનગરપાલિકાને આપવામાં આવ્યું હતું.
સફાઇ કર્મીઓની સુરક્ષા માટે નયારા એનજી લિ.એ આપેલ સહયોગ બદલ જામનગર મહાનગરપાલિકા દ્વારા કંપનીને અભિવાદન પત્ર આપવામાં આવ્યો હતો. જેનો સ્વિકાર નયારા એલજી લી. ના હેલ્થ, સેફટી, એન્વાયર્નમેન્ટ એન્ડ ફાયર વિભાગના હેડ પ્રભંજન દીક્ષીત દ્વારા કરાયો હતો.