ઠાકોરજીને હોડીમાં પધરાવીને જળવિહાર કરાવાયો: ગામે ગામથી ભાવિકો ઉમટયા
ઉના ખાતે માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાઅને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મચ્છુન્દ્રી નદીને કિનારે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સાનિધ્યમાં દ્રોણેશ્વર ગુરુકુલના પરિસરમાં જલઝીલણી મહોત્સવ ઉજવાયો હતો.
આ પ્રસંગે ઉના,ફથાટસર,ઇંટવાયા,ખીલાવડ, દ્રોણ,અંબાડા,વડવીયાળા, ઝરગલી,ગીરગઢડા,મોતીસર,વડલી નવા-જુના ઉગલા, વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા.
શરુઆતમાં દ્રોણેશ્વર ગુરુકુલી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ગુરુકુલ શાળાના ૧૧૦૦ બહેનો અને ભાઇઓરાસ,લેઝીમ અને નૃત્ય સાથે જોડાયા હતા..
સાંખ્યયોગી બહેનો દ્વારા પ્રથમ આરતી બાદ ઠાકોરજીને હોડીમાં પધરાવી જળયાત્રા જળવિહાર કરવામાં આવ્યો હતો. પ્રથમ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તેમજ વિશ્વવિહારી સ્વામીએ મચ્છુન્દ્રી ગંગાનું પૂજન કર્યું હતું. ત્યારબાદ ઠાકોરજીને હોડીમાં પધરાવી વારાફરતી ચાર આરતી કરી હતી.
આ પ્રસંગે વિદેશ વિચરણ કરી રહેલ પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોની આશિર્વાદ આપતા જણાવ્યુ હતું કે સતી,શૂરા,સિંહ અને સંતોના નિવાસી અનેરી ભાત પડનારો પ્રદેશ એટલે નાધેર-બાબરિયાવાડ. શા.ધર્મજીવનદાસજી સ્વામી,પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા જોગી સ્વામીએ આ નાઘેર પ્રદેશના ગામડે ગામડે ફરી ફરીને સત્સંગને નવપલ્લવિત રાખેલ છે.આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યુ હતું કે આટલી મોટી સખ્યામાં ભાવિકો પધાર્યા જોઇ અત્યંત આનંદ થયો છે. ઉત્સવ પરંપરા જીવનમાં સદાચાર,પ્રેમ અને ભક્તિની નિર્મળ ભાવનાઓને પ્રગટાવે છે. આ પ્રસંગેશાળાના આચાર્ય શ્રી મહેશભાઇ જોષીની આગેવાની નીચે દ્રોણેશ્વર ગુરુકુલ વિદ્યાલયની બાલિકા અને બાળકોએ બહેનોની સભામાં યોગ,રાસ,પરેડ અને નૃત્યના પ્રયોગો કર્યા હતા.