રાજીવગાંધી ખેલ રત્ન ઉપરાંત દ્રોણાચાર્ય અને ધ્યાનચંદ્ર એવોર્ડ પણ સ્પોર્ટસપર્સનોને એનાયત કરાશે
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેઈટલિફટરના વિશ્ર્વ વિજેતા મીરાબાઈ ચાનુને ૨૫મીએ રાજીવ ગાંધી ખેલ રત્નથી નવાઝવામાં આવશે. ખેલ મંત્રાલયે કહ્યું હતું કે, લિસ્ટ પહેલાથી જ બની ગયું હતું પરંતુ ગુરુવારે તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી તો જેવેલીન થ્રોના સ્ટાર ખેલાડી નિરજ ચોપરા સહિતના ૨૦ સ્પોર્ટસ સ્ટાર્સને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવશે. બુધવારે દ્રોણાચાર્ય એવોર્ડની નોમીનીઝમાંથી ડિસીપ્લીન ન હોવાને કારણે આર્ચરી કોચ જીવનજયોતસિંહ તેજાને એવોર્ડની લિસ્ટમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો હતો.
દ્રોણાચાર્ય એવોર્ડ માટે પાંચ કોચનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાના એક પૈકી તેજાની વાત પ્રકાશમાં આવી કે ૨૦૧૫માં કોરિયામાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં અનુશાસનનું પાલન ન કરવાને કારણે તેજા ઉપર એક વર્ષનું બેન લગાવવામાં આવ્યું છે. આઈસીસીની રેન્કીંગ મુજબ કોહલી ટેસ્ટ મેચ માટે વિશ્ર્વનો ટોચનો ખેલાડી રહ્યો છે. ૨૯ વર્ષીય ખેલાડી કોહલીએ ૭૧ ટેસ્ટ મેચોમાં ૬૧૪૭ રન, ૨૯ સેન્ચ્યુરી બનાવી છે તો ઓડીઆઈમાં વિરાટે ૯૭૭૯ રન બનાવ્યા છે. ગત વર્ષે વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ૪૮ કિલોની કેટેગરી સાથે સુવર્ણ જીતનારી મીરાબાઈ ચાનુ ૩૫ ટન જેટલો વજન ઉંચકયો છે. મિરાબાઈએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેડલ જીત્યું હતું પરંતુ એશિયન ગેમ્સમાં ઈજાને કારણે તે સ્પર્ધા પૂર્ણ કરી શકી ન હતી. ૨૫મીએ રાજીવ ગાંધી ખેલ રત્ન ઉપરાંત દ્રોણાચાર્ય અને ધ્યાનચંદ્ર એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.
અર્જુન એવોર્ડ માટે નિરજ ચોપરા, જીનસન જોનસન, હિમા દાસ (એથ્લેટીકસ), એન સીકકી રડી (બેડમીન્ટન), સતીષકુમાર (બોકસીંગ), સ્મ્રીતી મંધાના (ક્રિકેટ), શુભાંકર શર્મા (ગોલ્ફ), મનપ્રિતસિંહ, સવિતા (હોકી), રવિ રાઠોડ (પોલો) રાહી સશ્નોબત, અંકુર પટેલ, શ્રેયસી સિંહ (શુટીંગ), મનીકા બક્ષા, જી સાથીયા (ટેબલ ટેનિસ), રોહન બોપાન્ના (ટેનીસ), સુમીત (વ્રેસ્લીંગ), પુજા કાદિયાન (વુશુ), અંકુર ધામા (પેરા એથ્લીટ), મનોજ સરકાર (બેડમીન્ટન). તો દ્રોણાચાર્ય એવોર્ડ માટેના નોમીનીઝમાં સી.એ.કુત્તાપા (બોકસીંગ), વિજય શર્મા, એ શ્રીનિવાસ રાઉ, સુખદેવસિંહ પન્નુ, કલેરેન્સ લોબો, તારક સિંહા, જીવાનકુમાર શર્મા (જુડો), વી.આર.બેડુ (એથ્લેટીકસ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સત્યદેવ પ્રસાદ (આર્ચરી), ભરતકુમાર ચૈત્રી (હોકી), બોબી એલોયસીસ (એથલીટ) ચૌગાલે દાદુ દતાત્રે વ્રેસ્લીંગેને ધ્યાનચંદ એવોર્ડ આપવામાં આવશે.