વિકલાંગો, દિવ્યાંગજનો માટે તાત્કાલિક પેન્શન વિકલ્પ મળશે
એલઆઈસી દ્વારા શરૂ કરાયેલી નવી પોલીસી ‘જીવન શાંતિ’ એલઆઈસી રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવીઝનલ મેનેજર ગોવિંદ અગરવાલે યાદીમાં જણાવ્યું કે એલઆઈસીના ચેરમેન વી.કે.શર્માએ વિધિવત રીતે ખાતરીપૂર્ણ નિશ્ચીશ્ચીત રકમ આપતી નવી યોજના ‘જીવન શાંતિ’ જાહેર કરેલ છે. એલઆઈસીની જીવન શાંતિ યોજના નોન-લિંકડ, નફા રહિત, સિંગલ પ્રિમીયમ પેન્શન યોજના છે.
આ યોજના હેઠળ જરીયાતને અનુકુળ પેન્શન મેળવવાના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે કે જેમાં પોલિસીધારક પાસે ૧૦ પ્રકારના તાત્કાલિક પેન્શન અથવા ૨ પ્રકારના વિલંબિત પેન્શન પસંદ કરવાનો વિકલ્પ હોય છે.
વિલંબિત સમયાવધિ ૧ વર્ષથી ૨૦ વર્ષ સુધીની હોય શકે છે. આ યોજના ૩૦ વર્ષથી વધુ વયની કોઈપણ વ્યકિત લઈ શકે છે. આ યોજનામાં ઓછામાં ઓછુ રૂ.૧,૫૦,૦૦૦ નું રોકાણ કરી શકે છે જયારે મહતમ રોકાણ માટે કોઈ જ મર્યાદા નથી.
સંયુકત જીવન પેન્શન વિકલ્પનો ઉપયોગ કોઈપણ વારદાર પરીવારના વારસદાર સાથે થઈ શકે છે. (દા.ત.માતા-પિતા, બાળકો, પૌત્ર-પૌત્રી, દાદા-દાદી) અથવા જીવનસાથી અથવા ભાઈ-બહેનો સેક્ધડરી લાઈફ તરીકે કરી શકાય છે. જો પ્રસ્તાવકર્તા પાસે વિકલાંગ આશ્રિત (દિવ્યાંગજન) હોય તો દિવ્યાંગ જનના લાભ માટે નોમિની તરીકે અથવા તાત્કાલિક પેન્શન વિકલ્પ હેઠળ અથવા બીજા પેન્શનર તરીકે પોલીસી ખરીદી શકાય છે. તાત્કાલિક પેન્શન હેઠળના તમામ પેન્શન વિકલ્પો, નેશનલ પેન્શન સ્કીમના ગ્રાહકને ઉપલબ્ધ રહેશે. નેશનલ પેન્શન સ્કીમમાં સરકારી કર્મચારીઓ, ખાનગી કંપનીઓ અને જે લોકો નેશનલ પેન્શન સ્કીમને સબસ્ક્રાઈમ કરેલ છે તે સામેલ છે. તાત્કાલિક પેન્શન અને વિલંબિત પેન્શન બંને હેઠળ પોલીસીની શઆત સમયે પેન્શન દરની ખાતરી આપવામાં આવે છે.
તાત્કાલિક પેન્શન અને વિલંબિત પેન્શન નીતિઓ હેઠળ, જયાં ખરીદ કિંમત ઉંચી હોય, ટેબ્યુલર પેન્શન દરમાં વધારાના ઈર્ન્સેટીવ દર પેન્શનરને આપવામાં આવશે. મૃત્યુ દાવાની રકમ, જયાં પણ ચુકવવા પાત્ર હોય ત્યાં એક સાથે, હપ્તા સ્વપમાં અથવા વાર્ષિકી પેન્શનના સ્વરૂપમાં દાવો કરી શકાશે.
વધુમાં અગરવાલ સાહેબે જણાવેલ કે આ પોલીસી તરલતા પણ પ્રદાન કરે છે કારણ કે લોન અને શરણમૂલ્યની જોગવાઈ તેમજ મૃત્યુ લાભ સાથે પેન્શન વિકલ્પો માટે પણ જોગવાઈ છે. આ યોજના ઓફલાઈન તેમજ ઓનલાઈન પણ ખરીદી શકાય છે.
એલઆઈસીની જીવન શાંતિ એક વ્યાપક પેન્શન યોજના છે. જેમાં વ્યકિતના લાભ માટે દિવ્યાંગજન માટે તથા પરીવારના લાભ માટે અનન્ય સુવિધાઓ સાથેની એક પેન્શન યોજના છે.
ગોવિંદ અગરવાલ, સીનિયર ડિવિજનલ મેનેજરે જણાવેલ કે મહતમ લોકો આ પોલીસી યોજનાનો લાભ મેળવે તેવા અમારા પ્રયત્નો છે. સાથોસાથ તેમણે હાલના વિમેદારોને તેમની વિમા પોલીસીઓ હેઠળ બેન્ક વિગતો, મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈડીની નોંધણી નજીકની એલઆઈસી શાખામાં કરાવવા અનુરોધ કર્યો છે.