લાંચ લેતા પકડાયેલા
રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અને મંડલીકપુર ના રહેવાસી શ્રી કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા સામે ફરિયાદી વિરાજ સિંધાએ ફરિયાદીએ રૂપિયા બે લાખની લાંચ ઈલેક્ટ્રીક ફીટીંગ ના બિરલા પેમેન્ટ ચૂકવવા માટે માગણી કરેલી હતી અને તે અંગે ગુનો નોંધી અને એસીબીના અધિકારી શ્રી ગોહિલ એ છટકી ગોઠવેલ અને તે છટકા વખતે આરોપી રકમ લેતાં રંગે હાથ પકડાઈ ગયેલ ત્યારબાદ આ ગુનાની તપાસ શ્રી રાવલ ને સોંપવામાં આવેલી હતી.
આ તપાસ માટે તેમણે આરોપીના રિમાન્ડ માંગેલ અને સરકાર પક્ષે સ્પેશ્યલ માર્ગદર્શક તરીકે સ્મિતાબેન અત્રિ હાજર રહેલ અને જેતપુરના સરકારી વકીલ શ્રી કેતનભાઈ પંડ્યા ની દલીલોને સાંભળી અને વિદ્વાન એડિશનલ સેશન્સ જજ શ્રી જયેશભાઈ ઠક્કરે રાષ્ટ્રવ્યાપી ભ્રષ્ટાચાર ને ધ્યાને લઇ અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ નો રોલ ધ્યાને લઇ સ્પષ્ટ અને તટસ્થ તપાસ થાય અને સત્ય હકીકત રેકોર્ડ પર આવે તે માટે આરોપીઓના તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીના રિમાન્ડ મંજૂર કરી આરોપીને ફરીથી પોલીસ કસ્ટડીમાં સોંપી આપેલ આ વખતે આરોપી જિલ્લા પંચાયતના ચુંટાયેલા સદસ્યો હોય અને રાજકીય વગ ધરાવતા હોવા છતાં ન્યાયાલયમાં કશી જ કાયદા વિરુદ્ધની રજૂઆતો ગ્રાહ્ય રેતી નથી તેવી લોક લાગણી પ્રસરી