દુનિયાને નવો લિબાસ પહેરાવવા સજ્જ ગૂગલની ભવિષ્યની ટેક્નોલૉજી એટલી અસરકારક છે કે તે આગામી વર્ષોમાં માણસમે નવી દુનિયામાં પ્રવેશ કરાવશે. ગૂગલની લેબમાં ચાલી રહેલી કેટલીય એવી પ્રોડક્ટ બહારની દુનિયામાં પગ માંડવા ઉતાવળી બની છે. એમાંથી કેટલીક એવી પ્રોડક્ટની વાત નીચે કરવામાં આવી છે.

  1. લિફ્ટવેર સ્પૂન
  2. કોંટેક્ટ લેન્સ
  3. ડ્રાઈવરલેસ કાર

1.લિફ્ટવેર સ્પૂન:- 

04 2પાર્કિન્સનથી પીડિત અસંખ્ય લોકોને શાંતિ મળે એવી એક પ્રોડક્ટ ગૂગલે વિકસાવી છે.એ પ્રોડકટનું નામ એટલે લિફ્ટવેર સ્પૂન,આમતો આ પ્રોડક્ટ ઉપર લિફ્ટવેર નામની કંપનીએ સંશોધન હાથ ધર્યું હતું. પણ એમાં ગૂગલે આર્થિક સહાય કરી હતી.આ ચમચીની વિશેષતા એ છે કે તે ધ્રુજારીને કાબુમાં રાખવાના સેન્સર ધરાવે છે.

પાર્કિન્સનથી પીડાતા લોકોની હાથની ધ્રૂજરીની તીવ્રતા પારખીને આ ચમચી તેને અનુકૂળ થઈ જાય છે.આ ચમચી 75% સુધી ધ્રૂજારી કાબુમાં રાખી શકે છે.અને દર્દીના મો સુધી પહોચાડે છે.

 

2.કોંટેક્ટ લેન્સ:-

hqdefault 2ગૂગલના સ્માર્ટ લેન્સનો પ્રોજેકટ 2014માં શરૂ થયો હતો.અને સંભવિત 2020 સુધીમાં એ લેન્સ માર્કેટમાં આવી જશે.ડાયાબિટીસથી પીડાતા લોકો માટે આ લેન્સ આશીર્વાદ રૂપ નીવડશે.

આ લેન્સની ખાસિયત એ છે કે આ સ્માર્ટ લેન્સમાં નાનકડી ચિપ બેસાડવામાં આવી છે. અને તે આખોની ભીનાશનો સતત અભ્યાસ કરીને શરીરમાં વધ-ઘટ થઈ રહેલા સ્યૂગર લેવલના આકડા આપશે.

3.ડ્રાઈવરલેસ કાર :-


getty 503749162 2000126520009280203 123711ગૂગલે 2012 માં સેલ્ફ ડ્રાઇવિંગ કારના પ્રોજેકટમાં પહેલી મહત્વની સફળતા મળી હોવાની જાહેરાત કરી હતી.એ વખતે ગૂગલની ડ્રાઈવરલેસ કે પાંચ લાખ કિલોમીટરનું અંતર પૂરું કર્યું હતું. અને એ દરમ્યાન એકેયઅકસ્માત ન થયાનો દાવો થયો છે.

ડ્રાઈવરલેસ કારની સફળતાથી દુનિયા આગામી સમયમાં ઘણી બદલાઈ જશે.કાર માલિકને ડ્રાઈવરની કે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર નહીં પડે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.