શોપીંગ મોલ, કોમ્પલેકસમાં વસુલાતા પાકીંગ ઉપર પ્રતિબંધ મુકાતા સુરત, વડોદરા, અમદાવાદના મોલ માલિકોનો વિરોધ
સુરત, વડોદરા અને અમદાવાદના મોલ મલ્ટીપ્લેકસ માલિકોએ પોલીસ કમિશ્નરોના નોટિફીકેશનની સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. પોલીસ કમીશ્નરોની નોટીસ મુજબ મોલ અને મલ્ટિપ્લેકસ માલીકો વિઝીટર્સ પાસેથી પાકિંગ ફી વસુલી શકશે નહી. સુરતના કેટલાક કોમર્શિયલ કોમ્પ્લેકસોમાં વિઝીટર્સ પાસેથી પાકીંગ ફી વસુલાય છે. રોડની ગુણવતા, ટ્રાફીક અને પાકીંગની સમસ્યાઓને લઇને થયેલી જાહેરહિતની અરજી બાદ પોલીસે મોલ અને મલ્ટીપ્લેકસમાં લેવાતા પાકિંગ ચાર્જ ઉપર પ્રતિબંધ મુકયો.
જુદા જુદા શહેરોમાં પોલીસ કમિશ્નરોએ મોલ અને મલ્ટીપ્લેકસોના માલીકોને પાકિંગ ફી વસુલવા પરના પ્રતિબંધનું જાહેરનામુ બહાર પાડયું છે. સુરતમાંથી કરાયેલ અરજીમાં મોલના માલીકોની દલીલનો વિરોધ કરાયો છે.
દાખલ થયેલી પીઆઇએલ મુજબ શહેરના મોલમાં એમ કહી ચાર્જ વસુલાય છે કે પાકિંગ માટે બનાવેલી જગ્યા માટે ટેકસ ભરવાનો હોતો નથી. સુત્રોના જણાવ્યા મુજબ મોલ માલિકોએ અરજીમાં પોલીસ કમીશ્નરોનો જાહેરનામા સામે સવાલ ઉઠાવ્યા છે અને ભાપૂર્વક રજુઆત કરી છે કે મુલાકાતીઓ પાસેથી પાકિંગ ફી વસુલવી તેમનો અધિકાર છે પોલીસ અધિકારીઓ કોમ્પલેકસમાં પુરતી પાર્કિગ સ્પેસ આપવા માટે કહી શકે પરંતુ પાકિંગ ચાર્જ વસુલવાથ રોકી ન શકે ત્યારે આ કેસની સુનવણી ગુરુવારે થાય તેવી શકયતાઓ છે.