મુંબઈથી જયપુર જતી જેટ એરવેઝની ફ્લાઈટમાં એક મોટી દુર્ઘટના ટળી છે. ક્રૂ મેમ્બર્સની એક ભૂલના કારણે ફ્લાઈટને યાત્રાની વચ્ચે જ મુંબઈ પરત લઈ જવી પડી છે. ક્રૂ મેમ્બર્સ કેબિનની પ્રેશર સ્વિચ મેન્ટેન કરવાનું ભૂલી ગયા હતા જેના કારણે આ ઘટના બની.
ફ્લાઈટમાં લગભગ 166 યાત્રી સવાર હતા. ક્રૂ મેમ્બર્સની આ ભૂલને કારણે લગભગ 30 યાત્રિકોના નાક અને કાનથી લોહી વહેવા લાગ્યું હતું. આ ઉપરાંત અનેક યાત્રિકોએ માથાના દુખાવાની પણ ફરિયાદ કરી હતી.
#WATCH: Inside visuals of Jet Airways Mumbai-Jaipur flight that was turned back to Mumbai airport midway today after a loss in cabin pressure (Source: Mobile visuals) pic.twitter.com/SEktwy3kvw
— ANI (@ANI) September 20, 2018
ફ્લાઈટ મુંબઈ પરત લાવવામાં આવ્યાં બાદ તમામનો ઈલાજ મુંબઈ એરપોર્ટ પર જ ચાલી રહ્યો છે.જેટ એરવેઝની B737ની 9W 697 ફ્લાઈટ મુંબઈથી જયપુર માટે રવાના થઈ હતી. જે દરમિયાન કેબિન ક્રૂ સ્વિચ ઓન કરવાનું ભૂલી જતાં, ઓક્સીજન મેન્ટેન ન થઈ શક્યું. દુર્ઘટના બાદ DGCAએ દ્વારા ક્રૂ મેમ્બર્સને રોસ્ટરથી હટાવી દેવાયા છે. સાથે જ બે પાઇલટને પણ હટાવી દેવામાં આવ્યાં છે.