ભુદેવ સેવા સમિતિ દ્વારા સપવામાં આવેલ વિઘ્નહર્તા શ્રીગણેશજીના દર્શન અને તેના દ્વારા યોજવામાં આવતા અનેકવિધ કાર્યક્રમોમાં રાજકોટની જનતા ભાવભેર અને ઉત્સાહભેર લાભ લે છે. ગતરાત્રીના રાજકોટ કા રાજાના પંડાલમાં શ્રી ગણેશના અર્વશીર્ષ પાઠ કરવામાં આવ્યા હતા. આ પાઠમાં રાજકોટની ધમ્રપ્રેમી જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પાઠ શરુ થતા જ સમગ્ર પંડાલ ભાવભીનો થઇ ઉઠ્યો હતો. કોર્પોરેટર શ્રી કશ્યપભાઇ શુક્લ, રસિકભાઇ મોરધરા, પ્રવિણભાઇ ચાવડા, દિલજીતભાઇ ચૌહાણ, નિતિનભાઇ ઝરીયા, નારણભાઇ રાઠોડ, અલુભાઇ ઓડ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તેજસભાઇ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે પણ દુંદાળાદેવના સાનિધ્યમાં નિ:શુલ્ક નિદાન કેમ્પના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજકોટની ધર્મપ્રેમી જનતાના સારા સ્વાસ્થ્ય લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ ધર્મોત્સવને સફળ બનાવવા માટે કન્વિનર વિશાલ આહ્યા, સહકન્વિનર જય પુરોહિત તા શ્રી દિલિપ જાની, મયુર વોરા, ચિરાગ મહેતા, યજ્ઞેશ ભટ્ટ, નિરવ ત્રિવેદી, અશોક મહેતા, વિશાલ ઉપાધ્યાય, ભરતભાઇ ધ્રુવ, હિમાંશુ ત્રિવેદી, અર્જુન શુક્લ, ધ્રુવ કુંડલ, કૃણાલ શિલુ, અશોક ઉપાધ્યાય, ભાવિનભાઇ રાવલ, અક્ષય શિલુ, રોહિત સોની, ધર્મેશભાઇ ભટ્ટ, રાજ ત્રિવેદી, પરેશ રાવલ, હિમાંશુભાઇ લખલાણી, રૂચિક જાની, પ્રશાંત વ્યાસ, મીત ભટ્ટ, હિરેન શુક્લ, મંન આચાર્ય, પુર્વાધ વ્યાસ, નિશાંત પુરોહિત, જિજ્ઞેશ પંડ્યા, શુભમ જાની, મનન ત્રિવેદી, પ્રેરક રાવલ, નૈતિક જોષી, કિશન જોષી, રાજન ત્રિવેદી, ચિંતન પંડિત, મેહુલ ભટ્ટ, પ્રદિપ બોરીસાગર, મીત જાની અને બાપાસિતારામ ગ્રુપ સહિતના જહેમત ઉઠાવી રહ્યા હતા.
ભુદેવ સેવા સમિતિ, રાજકોટ દ્વારા રાજકોટ કા રાજા, યાજ્ઞિક રોડ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં વ્યાસ આઇ હોસ્પિટલના ડો. બકુલ વ્યાસ, આરવ બાળકોની હોસ્પિટલના ડો. તત્સ જોષી, ઋષિ ડેન્ટલ ક્લિનિકના ડો. તેજસ ત્રિવેદી, શ્રેયસ ર્ઓોપેડિક હોસ્પિટલના ડો. ભાર્ગવ પંડ્યા, જેનેસિસ હોસ્પિટલના ડો. જયંત મહેતા અને ર્ઓોપેડીક્સ અને ધ સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ ડો. પ્રશાંત ઠાકર સેવા આપવાના છે. આ કેમ્પમાં નિદાન સંપુર્ણ નિ:શુલ્ક છે. આ કેમ્પ રાત્રીના ૯થી ૧૧ સુધી ચાલુ રહેશે. નિદાન બાદ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, જેનેરિક દવાનો સ્ટોર, મંગળા રોડ, મિલપરા ખાતેી ચેતનભાઇ દુસરા પરીવાર દ્વારા નિ:શુલ્ક દવાઓ આપવામાં આવે આવશે.