શાળાના શિક્ષકો અને પ્યુન બેલ માર્યા વગર મૌખિક જાણ કરી શાળાને તાળુ મારી વિસર્જનમાં જતા રહ્યા
વલસાડના ઉમરગામની નારગોલ ગામની એક જાણીતી શેક્ષણિક સસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. ગણેશ વિસર્જનમાં હાજરી આપવાની ઉતાવળમાં શાળાની વિઘાર્થીની વર્ગમાં હોવા છતાં શાળા છૂટવાના બે કલાક વહેલા શાળાનો મુખ્ય દરવાજો બંધ કરી શાળા શિક્ષકો અને પટવાળાઓ ચાલી જતાં કલાકો સુધી વિઘાર્થીની વર્ગમાં પુરાય રહી હતી.
મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાનાં નારગોલ ગામે ભક્ત શ્રી જલારામ હાઇસ્કૂલ નામક જાણીતી શેક્ષણિક સંસમાં ગત તા. ૧૭/૦૯/૨૦૧૮ના સોમવારના દિને ઘંભીર બેદરકારી સામે આવી છે. શાળાના આચાર્ય અને પટાવાળાની બેદરકારીના કારણે શાળામાં ધોરણ ૦૭ માં ભણતી વિઘાર્થીની દિશા મહેશભાઇ રાઉત વર્ગમાં હોવા છતાં શાળા છૂટવાના સમય કરતાં બે કલાક વહેલા શાળા બંધ કરી તાળું મારી હજાર રહેલા તમામ શિક્ષકો અને પટાવાળા ચાલી જતાં વિઘાર્થીની કલાકો સુધી શાળામાં પુરાય રહી હતી.
જોકે જાગૃત પિતા મહેશભાઈ રાઉત પોતાની દીકરી ઘરે પરત નહી થઈ હોવાનું જણાથતા શાળાએ પોહચી તપાસ કરતાં દીકરી શાળામાં પુરાયેલી હાલતમાં જોવા મળી હતી. નજીકમાં રહેલા શાળાના ટ્રસ્ટીના ઘરે પોહચી ઘટનાની જાણ કરતાં તાળું ખોલવામાં આવ્યું હતું. કલાકો એકલી પુરાય રહેવાથી વિઘાર્થીની ઘભરાય ગઈ હતી જોકે પિતાના ખોળામાં આવતાની સોજ વિઘાર્થીની એ રાહત અનુભવી હતી.