દાદરાનગર હવેલીમાં મહિલાઓનાં ઉત્થાન માટે કાર્યરત નવશકિત મહિલા સંગઠનની સંસ્થાપીકા કલાબેન ડેલકરની ઉપસ્થિતિ વચ્ચે ઉત્તર ભારતીય શિવશકિત મહિલા સંગઠનની સ્થાપના કરવામાં આવી છે. ડિમ્પલ પાંડેની અધ્યક્ષતા તેમજ આશાસિંહની ઉપાધ્યક્ષ રૂપે વરણી કરવામાં આવી છે.
હોટલ સૌભાગ્ય ઈન ના હોલમાં યોજયેલા કાર્યક્રમમાં પ્રમુખ ઉપપ્રમુખની સાથે સચિવ, કોષાધ્યક્ષ સહિતના પદાધિકારીઓની પણ નિમણુંક થઈ આ અવસર પર મુખ્ય અતિથિ તરીકે કલાબેન ડેલકરે તમામ મહિલાઓને અભિનંદન પાઠવ્યા. ત્યારબાદ તેમણે કહ્યું કે આજે મહિલાઓ ગૃહિણી જ નહી પરંતુ અનેક ક્ષેત્રોમાં સાહસીક પ્રયાસ કરી રહી છે. મહિલાઓ પોતાની માન મર્યાદામાં રહીને પણ પોતાની ફરજ અદા કરી રહી છે.
ઉત્તર ભારતીય મહિલાને આ સંગઠન દ્વારા આત્મનિર્ભર બનવા પ્રેરીત કરવામાં આવશે. નવશકિત મહિલા સંગઠન દ્વારા આ ઉતર ભારતીય શિવશકિત મહિલા સંગઠનને પુરો સહકાર આપશે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભારતીય સમાજના અગ્રણી નાગેન્દ્રસિંહએ કહ્યું કે ઉત્તર ભારતીય મહિલાઓને જાગૃત કરવા નવુ પ્લેટફોર્મ મળ્યું છે.