ખેલ મહાકુંભમાં જસાણી, એસ.એન.કે, ન્યુ એરા સ્કુલ, જી.કે. ધોળકીયા સહિતની સ્કુલોના વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલી
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર દ્વારા ખેલ મહાકુંભ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે.જેના અંતર્ગત આજરોજ અંડર ૧૭ની જુડો સ્પર્ધા સરોજીની નાયડુ સ્કુલ ખાતે તથા અંડર ૧૭ની બાસ્કેટ બોલ સ્પર્ધાનું બાલ ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ સીટી જુડો ખેલમહાકુંભના કન્વીનર વૃજભુષણ રાજપૂતએ જણાવ્યું કે આજે અંડર ૧૭ જુડો ખેલ મહાકુંભ રાજકોટ સીટીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ખેલાડી વિજય થશે તેને રાજય કક્ષા માટે રમવા જવાનું થશે.
આ સ્પર્ધાની અંદર એસ.જી.એફ.આઈ. સ્કુલ ગેઈમ નેશનલ ને મર્જ કરેલું છે. જેની અંદર રાજયકક્ષાની અંદર ફાઈનલ થશે જેનો ફસ્ટ નંબર આવશે તેને નેશનલ માટે પ્રોબેબલ ૨ કહેવામાં આવશે. તેનું લિસ્ટ બનશે અને ૨૦૧૭ દરમિયાન મે માસમાં જયારે ગુજરાત રાજયનો સમર કેમ્પ ખેલે ગુજરાત તે દરમિયાન જેટલા ખેલાડીઓ આવેલ સમર કેમ્પમાં તેનું અમે સિલેકશન કરેલું હતુ વજન વાઈસ તેને જુદી જુદી એઈજ કેટેગરી અંદર તથા વેઈટ કેટેગરીમાં ટોટલ આઠ વેઈટ કેટેગરી હોય છે.
અંડર ૧૭માં ભાઈઓમાં ટોટલ ૧૦ વજનની તથા બહેનોમાં ૯ કિલો વજનની કેટેગરી છે. સ્પર્ધકના વજન ઉપરથી સિલેકશન કરવામાં આવે છે.તેનું નેશનલ પ્રોબેબલ લિસ્ટ ૧ કહેવામાં આવે છે. ત્યારબાદ ૨૦૧૮નું ખેલ મહાકુંભની સ્પર્ધા તથા એસ.જી. એફ.સી.ની સ્પર્ધાને મર્જ કરીને તેને ડિસ્ટ્રીકટ લેવલથી જુડ્ડો સ્પર્ધા શરૂ થાય છે.
અને રાજયકક્ષા સુધી રમાય છે. રાજયકક્ષામાં જે ખેલાડી ફસ્ટ સેક્ધડઆવશે તે બે ખેલાડીઓનું સિલેકશન થશે તેનું બાઉટ ચલાવીશું તેમાં જે ખેલાડી પ્રથમ આવશે તે ખેલ મહાકુંભનો પ્રથમ વિજેતા બનશે અને નેશનલ સ્કૂલ ગેઈમ માટે તે પ્રોબેબલ ૨ ગણવામાં આવશે. ત્યારબાદ તેની નેશનલની સ્પર્ધાનું કેલેન્ડર તારીખ અનાઉન્સ થશે. ત્યારે અમે તે બંને પ્રોબેબલ ૧,૨ ખેલાડીઓને પ્રિનેશનલ કેમ્પમાં બોલાવીશું ત્યાં તેનું સિલેકશન કરી તેમાં વિજેતા થશે.
તે ખેલાડીને નેશનલ માટે તક આપવામાં આવશે. તેને નેશનલ રમવા માટે મોકલીશું આજે અંડર ૧૭ માટે જસાણી, પાર્થ વિદ્યાલય , એસ.એન.કે., જી.કે. ધોળકીયા, ન્યુએરા સ્કુલ, તથા વી.જે. મોદી સ્કુલ વગેરે સ્કુલોએ ભાગ લીધો હતો. વધુમાં જણાવ્યું કે અંડર ૧૭ જુડો ખેલમહાકુંભનું નેશનલ આપણા ગુજરાત ખાતે નડીયાદમાં ખેડાજીલ્લામાં નવેમ્બરના બિજા વીકમાં રાખેલ છે. આ ખેલાડીઓને આ સ્પર્ધામાંથી જે તક મળશે તેને નેશનલ રમવા માટે તક મળશે.