રૂપાણી સરકાર મિલ્ક પ્રોડક્ટ સાથે સંકળાયેલી લિડીંગ કંપની GCMMFના સહયોગી ટેઈક હોમ રાશન અંતર્ગત કુપોષણગ્રસ્ત જિલ્લાઓમાં પૌષ્ટિક ખોરાક પહોંચાડશેે
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ૧૭મી સપ્ટેમ્બરના રોજ ટેઈક હોમ રાશન પોષક મૂલ્ય ધરાવતા ખોરાકનું વિતરણ અંતર્ગત સુરતના ચલાણ ગામે, સુમુલ ડેરી સાથે હાથ મેળવી તેનાં સહયોગમાં ૫૫ કરોડના પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. ઈખ રૂપાણીએ કહ્યું કે, કુપોષણ સામાજિક કલંક છે.
ખાસ કરીને ૦-૬ વર્ષના બાળકો, કન્યાઓ અને સ્તનપાન કરાવતી માતામાં કુપોષણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતું હોય છે. આ નવી-આવનાર પેઢીને સંપૂર્ણપણે કુપોષણ મુક્ત કરવાનું ગુજરાત સરકારે બીડુ ઝડપ્યું છે. એ માટે સરકારે ૨,૮૦૦ કરોડનું વાર્ષિક બજેટ જાહેર કર્યું છે. કુપોષણના દૂષણને નાવા ગુજરાત સરકાર, કે જે અમૂલ અને અન્ય ડેરીની પ્રોડક્ટનું માર્કેટિંગ સંભાળે છે.
તેવી અનુભવી કંપની સાથે મળીને તેના સહયોગી પોષણયુક્ત ખોરાકના ઉત્પાદન અને વિતરણની કાર્યવાહી કરશે. GCMMFની જિલ્લા સહકારી દૂધ મંડળીઓ વિવિધ જિલ્લામાં પોષણયુક્ત ખોરાકના વિતરણની વ્યવસ સંભાળશે. રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે કુપોષણને નાવાના દ્રઢનિશ્ચયી એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જ આ પ્લાન્ટનું ઉદ્ઘાટન એ એક સુખદ યોગાનુયોગ છે! કુપોષણી તીવ્ર અસરગ્રસ્ત એવાં ૧૧ આદિવાસી જિલ્લાઓના ૪૨ લાખ બાળકોમહિલાઓને પ્રામિક તબક્કે આવરતાં ૧૬૦૦૦ મેટ્રિક ટન ખોરાકનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત શાળા અને આંગણવાડીના બાળકોને પણ દૂધ આપવામાં આવશે.