ઘણા સમયથી ચાલતી ખનીજ ચોરી સામે અંતે પોલીસ જાગી, કૌભાંડના મુળ સુધી પહોચવાની માંગ
ઉના પી.આઈ. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ખનીજ ભરેલા બે ટ્રક રોકી વજન કાટો કરાવી અને ઓવર લોડનો ફટકારેલ પરંતુ રોયલ્ટી ઉપરાંતનું ખનીજનો દંડ ભરશે ખરા? જયારે દરરોજ રાત્રીનાં માઈનીંગના ડમ્પર ઓવરલોડીંગમાં ચાલે છે. અને રસ્તાનાં બેહાલ બનાવી નાખેલ એ પોલીસને નજરે નથી આવતું? જયારે બીજી બાજુ બાંધકામના મજૂરો રેતીના કારણે બેહાલ થઈ ગયેલ જયારે માઈનીંગ ઉના તથા ગીરગઢડા તાલુકામાંથી ભરાય રહ્યું છે.
અને રોયલ્ટીની પહોચ બીજા તાલુકાની હોય છે. અને કાટાની પહોચ ઉના તાલુકાની દર્શાવાય છે. આનો કોય મનમેળ થતો નથી એવું લોકોમાં ચર્ચાય રહ્યુંં છે. દરરોજને માટે બહારના જીલ્લામાંથી ખનીજ આવે છે. જયારે આટલા સમય પછી પી.આઈ.ના ધ્યાને આવેલ તેવા પ્રશ્ર્નએ પણ ચર્ચા જગાવી છે.