મજુરના ઝઘડામાં વચ્ચે પડતા છરીના ઘા ઝીકી દીધા
મોરબી નજીકની સિરામીક ફેકટરીમાં મજુરો સાથે કેન્ટીનમાં માણસે ઝઘડો કર્યા બાદ લેબર કોન્ટ્રાકટર સમજાવવા જતા કેન્ટીનમાં કામ કરતા ઈસમે છરી વડે જીવલેણ હુમલો કરી દેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
બનાવની વિગતો મુજબ મુળ એમપીના વતની અને હાલ નીચી માંડલ નજીકની કેરાવીટ સિરામિકમાં મજુરોના કોન્ટ્રાકટર તરીકે કામ કરતા દેશરાજ પ્રેમનારણ આહીરવાર (ઉ.વ.૩૦) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીનાં કેન્ટીનમાં ઝઘડો થયો હોવાનો ફોન આવતા ગયો હતો, દરમિયાન રસ્તામાં તેનો ભાણેજ રાધેશ્યામ ગ્યાશીરામ આહીરવાર અને પવન બદ્રીલાલ આહીરવારએ બંને મજુરો મળ્યા હતાં.
જેણે જણાવ્યું હતું કે, કેન્ટીને માવો લેવા ગયા ત્યારે કેન્ટીનમાં કામ કરતા ઈકબાલભાઈ મુળ યુપીએ તેને ગાળો આપી બોલાચાલી કરી હતી. જેથી લેબર કોન્ટ્રાકટર કેન્ટીને જઈને વાત કરતા હતા કે મજુરોને કેમ ગાળો આપો છો ત્યારે આરોપી ઈકબાલે કેન્ટીનમાંથી લાકડી લઈને આવી ગાળો આપી માર માર્યો હતો. તેમજ મારી નાખવામા ઈરાદે છરીનો પડખામાં ઘા ઝીકી દીધો હતો.
ત્યારબાદ ઈજાગ્રસ્ત કોન્ટ્રાકટરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હત્યાની કોશીશનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.