કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટે બુધવારે ટ્રિપલ તલાકના મુદ્દે વટહુકમ પાસ કરી દીધો છે. ટ્રિપલ તલાક બિલ છેલ્લાં બે સત્રથી રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. સૂત્રોના જણાવ્યા મુજબ એવામાં હવે કેબિનેટે આ મુદ્દે અધ્યાદેશ પાસ કરી દીધો છે.
ટ્રિપલ તલાકના મુદ્દે મોદી સરકાર ઘણી જ આક્રમક રહી છે, તેના માટે સરકાર દ્વારા બિલ પણ રજૂ કરાયું હતું જો કે લોકસભામાં આ બિલ પહેલાં જ પાસ થઈ ચુક્યું છે. ટ્રિપલ તલાક બિલ આ પહેલાં બજેટ સત્ર અને મોનસૂન સત્રમાં રજૂ થયું હતું, પરંતુ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું.
Union Cabinet today has approved an ordinance on Triple Talaq bill, making Triple Talaq a criminal act: Sources pic.twitter.com/f0F0RnlpaP
— ANI (@ANI) September 19, 2018