સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા મા મીટીંગ રાખવામાં આવેલ જેમાં જી.યુ.ડી.સી અંતર્ગત ચાલતી પાણીની તથા ભૂગર્ભ ગટર યોજનાના અનુસંધાને નગરપાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલીયા તથા ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા તથા ચીફ ઓફિસર અમિતકુમાર પંડ્યા તથા કારોબારી ચેરમેન બકા લાલઅને જી.યુ.ડી.સીના પ્રતિનિધિ રાઠોડ તથા વોર્ડ નંબર ૧ થી ૧૧ના સુપરવાઇઝર ઉપસ્થિત રહ્યા
વોર્ડ નંબર ૧ થી ૧૧ મા બાકી રહેલા પાણીની લાઈન તથા ભૂગર્ભ ગટર લાઈન ના કામો ઝડપી પૂર્ણ કરવા બાબતે અગાઉ રાખેલ મીટીંગ ના રિપોર્ટ લઈને કામગીરી ઝડપી પૂર્ણ કરવા માંગ કરાઇ હતી.