સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજરોજ હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી છ કોલેજ ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું ઉદઘાટન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. નીલાંબરીબેન દવેએ દીપ પ્રાગટય કરીને કર્યું હતુ.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.પી. એડ હેડ ડો. જયદિપસિંહ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ હોકી સ્પર્ધામાં જસાણી કોલેજ રાજકોટ, હરિવંદના કોલેજ રાજકોટ, એસ.વી.ટી. કોલેજ જામનગર, એલ.ડી. ધાનાણી અમરેલી, જે.જે.કુંડલીયા રાજકોટ, અને સખીદા કોલેજ લીંબડીએ ભાગ લીધો હતો.હોકી સ્પર્ધાનાં સ્પર્ધક જાડેજા જયદિપસિંહએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, હું કુંડલીયા કોલેજમાં અભ્યાસ ક છું અમારી ટીમે આજે આંતર કોલેજ સ્પર્ધામાં ભાગ લીધો છે. અને સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સ્પર્ધા અંતર્ગત ખૂબજ સારો સપોર્ટ મળ્યો છે. અમે વિજેતા થશુ તેવો આત્મવિશ્વાસ છે.
Trending
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો
- અંજાર: સુશાસન દિવસ નિમિત્તે “સીટી સિવિક સેન્ટર”ના ઈ- લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
- Year Ender 2024 : આ વર્ષે, આ 10 IPOએ ઇન્વેસ્ટર્સને કર્યા માલામાલ,જાણો કોને થયો નફો અને કોને નુકસાન!
- શું તમને પણ તીખું ભાવે છે? તો આ રીતે બનવો લીલા મરચાની ચટણી, મહિનાઓ સુધી નહીં બગડે
- એશિયાટિક સિંહોનું નિવાસ સ્થાન એટલે ગીર નેશનલ પાર્ક
- Surat: હનીટ્રેપ અને પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો