રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૧૦/૦૯/૨૦૧૮ થી ૧૬/૦૯/૨૦૧૮ ના રોજ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો, ધાસચારો-લીલું-ફૂલ તથા વગેરે જપ્ત કરવાની તેમજ વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી.
રસ્તા પર નડતર ૩૯ રેંકડી-કેબીનો જયુબેલી, ચંદ્રેશનગર રોડ, રામાપીર ચોકડી, યાજ્ઞિક રોડ, નોટરી બજાર, સાધુ વાસવાણી હો.ઝોન, પારેવડી ચોક, રેસકોર્ષ રીંગ રોડ, જામનગર રોડ, જક્સન રોડ, રેયા રોડ, છોટુનગર, એસ્ટ્રોન નાલા, મવડી હો.ઝોન વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૨૦ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે પેડક રોડ, યાજ્ઞિક રોડ, પારડી ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોક, શાસ્ત્રીમેદાન, જનાના હોસ્પિટલ, ધરાર માર્કેટ, જયુબેલી, પરા બજાર વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૯૬૧ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી માર્કેટ, સાધુ વાસવાણી હો.ઝોન, અંધજન આશ્રમ, ધરાર શક માર્કેટ,પારેવડી ચોક, જંકસન રોડ, પરા બજાર, રેલ્વે સ્ટેશન, પુષ્કરધામ મેઈન રોડ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી ૧૬૦ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા
તેમજ રૂ/-૧,૯૫,૮૫૦/- વહીવટી ચાર્જ પુષ્કર રોડ,નાનામવા ચોક, પેડક રોડ, ઢેબર રોડ, જીલ્લા પંચાયત ચોક, ભક્તિનગર રોડ, યાજ્ઞિક રોડ, ચંદ્રેશનગર રોડ, ખીજડાવાળો રોડ, મોરબી રોડ, આહીર ચોક, પારડી રોડ, રેસકોર્ષ, યુનીવર્સીટી રોડ, એસ્ટ્રોન નાલા, કરણસિંહજી રોડ, સાધુ વાસવાણી હો.ઝોન, કોઠારીયા રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી જકાતનાકા, આજી ડેમ, પારેવડી ચોક, કુવાડવા રોડ, પેલેસ રોડ, કુંડલીયા કોલેજ રોડ, જામનગર રોડ, બજરંગબલી રોડ, પ્રેસ રોડ, લીમડા ચોક, હો.ઝોન, એરપોર્ટ રોડ, હવેલી ચોક, રેયા રોડ, ટાગોર રોડ, ગોંડલ રોડ, હરી ચોક, કાલાવડ રોડ, ૧૫૦ ફૂટ રોડ, ખીજડાવાળો રોડ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો.
શહેરના અલગ અલગ ૪૬૮ હોકર્સ ઝોન ગોવિંદ બાગ શક માર્કેટ, મોરબી જકાતનાકા હો.ઝોન, ધરાર શાકમાર્કેટ, દેવપરા શાકમાર્કેટ, પાંજરાપોળ હો.ઝોન, કોઠારીયા હો.ઝોન, ભાવનગર હો.ઝોન, આજીડેમ, બાલક હનુમાન, આઈ.ટી.આઈ, જામટાવર, હવેલી ચોક, ધરમ સિનેમા, ભક્તિનગર સર્કલ, સાધુ વાસવાણી હો.ઝોન માંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.