મોટા શહેરોમાં થતી આંખની ખર્ચાળ સારવાર હવે લોકોને ઘર આંગણે નજીવા દરે મળી રહેશે: ઉદધાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની બહોળી ઉ૫સ્થિતિ
ઉપલેટા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી આંખના એમ.એસ. ઓથ્યેલ્મો લોજીની ઉચ્ચ લાયકાત વાળા ડો. કૃણલ ભાલોડીની સેવા ગઇકાલથી શહેરના શહીદ અર્જુન માર્ગ અમી ગોંડલી કોમ્પલેકસમાં અઘતન સુવિધા યુકત આંખની મંગલમ હોસ્પિટલમાં વિવિધ સમાજ શ્રેષ્ઠીના હાજરીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શહેરમાં આંખની સારવારમાં સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ નહિ હોવાથી દર્દીઓને રાજકોટ અમદાવાદ, બોમ્બે સહીત મોટા સીટીમાં સારવાર અર્થે થવું પડતું હતું. ત્યારે આ ખર્ચ દર્દીઓ માટે ભારે મુજવણ અનુભવવા જેવું બનતું ત્યારે ગઇકાલે સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ આંખના સર્જનમાં જેનું નામ છે .તેવા ડો. વસંત સાપોવડીયાની હોસ્પિટલમાં સેવા આપી ચુકેલા ડો. કુણાલ ભાલોડી અમદાવાદની સુપ્રસિઘ્ધ સી.એચ.નગરી હોસ્ટિપલ ખાતે એમ.એસ. ઓપ્થેલ્મોજીની આંખના ર્સર્જન માટેની ઉચ્ચી ડીગ્રી પ્રાપ્ત કરી પાંડેચેરી ખાતે અરવિંદ આઇ હોસ્પિટલ ખાતે મેડીકલ રેટીનાની ફેલોશીપ તેમજ અમદાવાદથી લાયન કર્ણાવતીમાં મોતિયા માટેની અતિ આધુનિક લેસર પઘ્ધતિ સારવાર આ ઉપરાંત આણંદની રવિશંકર ચેરીટેબલ હોસ્પિટલ કચ્છની બિદડા સર્વાદય ટ્રસ્ટના આંખના સર્જન તરીકે સેવા આપી ચુકેલા ડો. કુણાલ ભાલોડીની આંખની અધતન સુવિધા યુકત મંગલમ હોસ્પિટલો ગુજરાત ખ્યાતનામ અંાખના સર્જન ડો. વસંત સાપોવડીયા હસ્તે અને ગાયત્રી આશ્રમના મહંત લાલદાસ બાપુના આશિર્વાદથી વિવિધ સમાજ શ્રેષ્ઠીઓની હાજરીમાં ભવ્યતી ભવ્ય રીતે શુભ આરંભ થયો હતો.
હોસ્પિટલના શુભ આરંભ પ્રસંગે ભાલોડી પરીવારના દયાબેન ભાલોડી, અરવિંદભાઇ ભલોડી ગીતાબેન ભાલોડી, શહેરના ખ્યાતનામ ડોકટરો ડો.પિયુષ કણસાગરા, ડો. રોહિત ગજેરા, ડો. બ્રિજેશ મોડીયા, ડો. આશિષ ઘેટીયા, ડો. જયોતિ કણસાગરા ડો. દિવ્યેશ પરમાર, મિતલ પરમાર, ડો. આશિષ ધેટીયા, ડો. પ્રતિક ભાલોડીયા, પ્રિયંકા ભાલોડીયા, ડો.જીગર ડેડાણીયા, ડો. રાહુલ વિરમગામા ડો. ડેડાણીયા, સમાજ શ્રેષ્ઠીઓ ગોપાલભાઇ ઝાલાવડીયા, નગરપાલિકાના પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, સ્કુલ બોર્ડના પૂર્વ ચેરમેન નીતીનભાઇ અધેરા, હસુભાઇ પંડયા, ચેતનભાઇ કાલરીયા, ભાવેશ સુવા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર,
ઉઘોગપતિ ઘરણાંતભાઇ સુવા ઉ૫પ્રમુખ ધવલભાઇ માકડીયા, જીલ્લા યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, નટુભાઇ ગોધાણી, આહિર યુવા અગ્રણી મેહુલ ચંદ્રવાડીયા, ગ્રાહક સુરક્ષાના પ્રમુખ ભરત રાણપરીયા, વિકમસિંહ સોલંકી, અજયભાઇ જાગાણી, નાસીરભાઇ બગસરાવાળા અશ્ર્વિનભાળ લાડાણી, પરાગભાઇ જાવીયા, રણુભાઇ જાડેજા, હરસુખભાઇ સોજીત્રા નિકુલભાઇ ચંદ્રવાડીયા, જીજ્ઞેશભાઇ ડેર સહીત વિવિધ સમાજના અગ્રણીઓઆ સામાજીક સંસ્થા ના આગેવાનો વેપારીઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહી ડો. કૃણાલ ભાલોડી અને દર્શના ભાલોડીને શુભેચ્છા પાઠવી હતી.