મલ્ટીપલ ટેકનીકલ ખામીને કારણે પ્લેનનું સંતુલન ખોરવાયું
ઈંધણ, લેન્ડીંગ સિસ્ટમ સહિત રેડિયો અલ્ટીમીટમાં ખામી છતા પાયલોટ અને એટીસીની સ્માર્ટ કામગીરી
એર ઈન્ડીયાના અમેરિકાના પ્લેનમાં ઉડાન દરમ્યાન ઈંધણ ખતમ થઈ જતા પાયલોટ અને એર ટ્રાફીક કન્ટ્રોલે ૩૭૦ મુસાફરોના જીવ બચાવ્યા હતા ૧૧મી સપ્ટેમ્બરના રોજ બોઈંગ નં. ૭૭૭, એઆઈ ૧૦૧ દિલ્હી જેએફકે નોનસ્ટોપના સીનીયર કમાન્ડર સ્તમ પાલીયાએ ન્યુયોર્ક એટીસીને ફોન કરીને કહ્યું કે અમે ફસાઈ ગયા છીએ, ઈંધણ ખત્મ થઈ ગયું છે. પ્લેનમાં એકી સાથે અનેક ટેકનીકલ ખામીઓ આવતા લેન્ડીંગ સીસ્ટમ પણ નિષ્ક્રીય બની હતી. પરંતુ પાયલોટની બહાદૂરી અને ગતીથી ૩૭૦ મુસાફરોનો ચમત્કારીક બચાવ કરવામા આવ્યો હતો.
કેપ્ટન પાલીયાએ તેના ડેપ્યુટી સુશાંતસિંહને કહ્યું કે લોકલાઈઝરથી લઈને મોટાભાગના ટેકનીકલ ઈન્સ્ટુમેન્ટ બંધ પડી ગયા હતા. અને ઈંધણ પણ ખૂબજ ઓછા પ્રમાણમાં હતુ માટે અમારે જલ્દી જ નિર્ણય લેવાનો હતો. અચાનક જ ન્યુયોર્ક ઈવીઆરની વિઝીબ્લીટી સુધરી ગઈ માટે પાયલોટ અને એટીસીએ ઈવીઆરને ઝીરો પર કરતા પ્લેન સંતુલનમાં આવ્યું હતુ પ્લેનમાં રેડીયો અલ્ટીમેટર, પ્લેન લેન્ડીંગ સીસ્ટમ, ઉપરાંત કોકપીટ ફેઈન થતા ટ્રાફીક કોલીશન અલોઈડીંગ સીસ્ટમની મદદ લેવામાં આવી હતી.