વન ડે-થ્રી વોર્ડ” અભિયાન અંતર્ગત ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૫, વેસ્ટ ઝોનના વોર્ડ નં.૮ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૩માં ઝુંબેશ
માન. મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, તેમજ વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓએ વોર્ડ મુલાકાત લઇ, કામગીરી નિહાળી.
દેશના માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશમાં “સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાનો શુભારંભ કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા“વન ડે-થ્રી વોર્ડ” સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના આજ રોજ ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૫ વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૮ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૩માં ઝુંબેશ હાથ ધરાઈ હતી.
જેમાં, માન. મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, તેમજ વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સ્થાનિક અગ્રણીઓ વિગેરેએ અલગ-અલગ વોર્ડમાં રૂબરૂ મુલાકાત લઇ, થઇ રહેલી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આજે થયેલ કામગીરીમાં સફાઈ ઉપરાંત, ડ્રેનેજ, સિવિલ વર્ક અને આરોગ્ય શાખાની પ્રવૃતિઓ સામેલ કરવામાં આવેલ.
વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૦૮માં સઘન સફાઈ ઝુંબેશ:-
રાજકોટ શહેરને ગંદકીથી મુક્ત કરવા માટે તેમજ ચોમાસાનની ઋતુને અનુલક્ષીને રોગચાળા અટકાયતી ૫ગલા રૂપે આજ રોજ વોર્ડ નં. ૦૩માં “સઘન સ્વચ્છતા ઝુંબેશ“મા ન્યુ કોલેજવાડી-૧ થી ૬ મેઈન રોડ, નવજ્યોત પાર્ક-૧ થી ૩, જય સરદાર રોડ એપાર્ટમેન્ટ, નારાયણનગર-૧ થી ૩ (બગીચો), સત્યસાંઈ હોસ્પિટલ રોડ, મારૂતી પાર્ક / દ્વારિકાધામ, સત્ય સાંઈ રોડ, રામધામ ૧ થી ૬, સિલ્વર એવન્યુ- ૧ થી ૬, શિવમ પ્લેનરી બંગ્લોઝ, અનંતાનગર-૧ થી ૬ વિગેરે જેવા વિસ્તારો આવરી લીધેલ. આજ રોજ વોર્ડ નં.૦૮ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા–૧૭૫, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા – ૦૩, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૨૦ બેગ, ટીપર વાહન ની ટ્રીપની સંખ્યા – ૧૫, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા- ૦૫, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા – ૦૯, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી – ૦3, કુલ ટ્રેક્ટરના ફેરા – ૦૩ દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૩૯ (મે. ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલ.
સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૦૩માં સઘન સફાઇ ઝુંબેશ:-
રાજકોટ શહેરને ગંદકીથી મુક્ત કરવા માટે તેમજ ચોમાસાનની ઋતુને અનુલક્ષીને રોગચાળા અટકાયતી ૫ગલા રૂપે આજ રોજ વોર્ડ નં. ૦૩માં “સઘન સ્વચ્છતા ઝુંબેશ“મા બેડીનાકા ટાવર, દરબાર ગઢથી હવેલી સુધીનો વિસ્તાર, નકલંગ ચોક, જંકશન મેઈન રોડ, રેલ્વે સ્ટેશન મેઈન રોડ, પરસાણાનગર-૫, ૬, અને ૭, ગાયકવાડી-૩, પોપટપરા નાલા, હંસરાજનગર વિગેરે જેવા વિસ્તારો આવરી લીધેલ. આજ રોજ વોર્ડ નં.૦૩ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા–૧૮૮, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા – ૧૧, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૪૭ બેગ, ટીપર વાહન ની ટ્રીપની સંખ્યા – ૧૭, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા- ૦૪, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા – ૧૭, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી – ૦3, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા- ૦૨, કુલ ટ્રેક્ટરના ફેરા – ૦૫ દ્વારા સફાઈ ઝુંબેશ કામગીરી કરવામાં આવેલ છે. જેમાં કુલ ૩૨ (મે. ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલ.
ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.૦૫માં સઘન સફાઇ ઝુંબેશ:-
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ સ્વચ્છ ભારત મિશન “ અન્વયે વન-ડે-થ્રી વોર્ડની સફાઈ ઝુંબેશ કરવાનો નિર્ણય લેવામાં આવેલ. જે અંતર્ગત તા.૧૮/૦૭/૨૦૧૮ના રોજ વોર્ડ નં.-૫ માં સધન સફાઈ ઝુંબેશની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ઉપરાંત અન્ય શાખાઓ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી. જેમાં શ્રી રામપાર્ક, નરસિંઘનગર, માલધારી સોસાયટી, શિવનગર સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, ભગીરથ સોસાયટી, ગુજરાત સોસાયટી, લાખેશ્વર સોસાયટી, પેડક રોડ, આડો પેડક રોડ, મારૂતી મધર સ્કુલ પાસે, સંતકબીર રોડ, આશ્રમ રોડ, રણછોડનગર, મંછાનગર, ભીમરાવનગર, હુડકો ક્વાર્ટર વિગેરે વિસ્તાર આવરી લેવામાં આવેલ.
વોર્ડ નં.-૫માં સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા–૨૯૫, સફાઈ કરાવેલ ખુલ્લા પ્લોટની સંખ્યા-૧૦, ૦૭ મુખ્ય માર્ગોની સફાઈ, સફાઈ કરાવેલ ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા-૦૬, વપરાયેલ મેલેથીઓન તથા ચુનાની થેલીની સંખ્યા-૭૪ થેલી, ખુલ્લા પ્લોટની સફાઈ-૧૦, ટીપરવાનની ટ્રીપની સંખ્યા-૨૭, ડમ્પરવાનની ટ્રીપની સંખ્યા-૦૨, ઉપયોગમાં લીધેલ જે.સી.બી. ની સંખ્યા-૦૨, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા-૦૧, ટ્રેક્ટરના ફેરાની સંખ્યા-૦૯ દ્વારા કુલ ૪૬ (મે.ટન) કચરાનો નિકાલ કરવામાં આવ્યો.
આરોગ્ય શાખાની શહેરી મેલેરિયા યોજના ઘ્વારા વોર્ડ નં.૩,૫ અને ૮માં થયેલ કામગીરી:-
આજરોજતા.૧૮/૦૯/૨૦૧૮(સવાર સુઘીમાં)ના રોજ ‘’વન–ડે–થ્રી–વોર્ડ’’ કાર્યક્રમ અન્વયેઆરોગ્યશાખાનીશહેરી મેલેરિયા યોજના દ્વારા વોર્ડ નં.૩, ૫ અને ૮ માં નીચે મુજબની કામગીરી કરવા આવેલ. ઘરે – ઘરે ટાંકા- પી૫, અન્ય પાણી ભરેલાપાત્રોતપાસી, જયાં મચ્છરનાપોરા જોવા મળેત્યાંપાત્રોખાલી કરાવવામાંઆવ્યાઅથવા તો દવા છંટકાવ કરી પોરાનોનાશ કરવામાં આવેલ તથા મોટા અને ખુલ્લા રહેતા પાણીના પાત્રોમાંપોરાભક્ષકગપ્પીમાછલી મુકવામાંઆવેલ. આ પોરાનાશક કામગીરી હેઠળ… વોર્ડ નં. ૩માં બેડીનાકા ટાવર, દરબાર ગઢથી હવેલી સુધીનો વિસ્તાર, નકલંગ ચોક, જંકશન મેઈન રોડ, રેલ્વે સ્ટેશન મેઈન રોડ, પરસાણાનગર-૫, ૬, અને ૭, ગાયકવાડી-૩, પોપટપરા નાલા, હંસરાજનગર, વોર્ડ નં.૫માં શ્રી રામપાર્ક, નરસિંઘનગર, માલધારી સોસાયટી, શિવનગર સોસાયટી, ન્યુ શક્તિ સોસાયટી, ભગીરથ સોસાયટી, ગુજરાત સોસાયટી, લાખેશ્વર સોસાયટી, પેડક રોડ, આડો પેડક રોડ, મારૂતી મધર સ્કુલ પાસે, સંતકબીર રોડ, આશ્રમ રોડ, રણછોડનગર, મંછાનગર, ભીમરાવનગર, હુડકો ક્વાર્ટર, તથા વોર્ડ નં.૮માં ન્યુ કોલેજવાડી-૧ થી ૬ મેઈન રોડ, નવજ્યોત પાર્ક-૧ થી ૩, જય સરદાર રોડ એપાર્ટમેન્ટ, નારાયણનગર-૧ થી ૩ (બગીચો), સત્યસાંઈ હોસ્પિટલ રોડ, મારૂતી પાર્ક / દ્વારિકાધામ, સત્ય સાંઈ રોડ, રામધામ ૧ થી ૬, સિલ્વર એવન્યુ- ૧ થી ૬, શિવમ પ્લેનરી બંગ્લોઝ, અનંતાનગર-૧ થી ૬ વગેરે વિસ્તાર આવરી લેવામાં આવેલ.
આજની આ કામગીરીમાં માન. મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ડે.કમિશનર સી.કે.નંદાણી, ડે.કમિશનર ગણાત્રા, ડે.કમિશનર જાડેજા, એડી.સિટી એજી. એચ.યુ.દોઢીયા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતિબેન પનારા, કોર્પોરેટર વોર્ડ નં.૦૮ રાજુભાઈ અઘેરા, વોર્ડ નં.૦૫ના પ્રભારી બાબુભાઈ ઉધરેજા, પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, પ્રભાતભાઈ કુંગસીયા, મુકેશભાઈ ઘનસોત, મહામંત્રી કથાદભાઈ ડાંગર, વોર્ડ નં.૦૩ મહામંત્રી જગદીશભાઈ ભોજાણી, રાજુભાઈ દરિયાનાણી, કિરણબેન માંકડિયા, બાગ બગીચા અને ઝું કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, નાયબ પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, આરોગ્ય અધિકારી ડૉ.પી.પી.રાઠોડ, સિટી એન્જીનીયર ચિરાગભાઈ પંડ્યા, કામલીયા, દિપેનભાઈ ડોડીયા, ડે.એન્જીનીયર શ્રીવાસ્તવ, કલ્પનાબેન કિયાડા, રસીલાબેન સાકરીયા, બાયોલોજીસ્ટ વૈશાલી રાઠોડ તેમજ વોર્ડના અગ્રણીઓ ડી.બી.ખીમસુરીયા, હિતેશભાઈ તેરૈયા, રવિભાઈ, હસુભાઈ પ્રજાપતિ, કિરીટભાઈ શેઠ, સુરેશભાઈ શેઠ, જતીનભાઈ ગણાત્રા, હેમંત અમૃતિયા, હરીશભાઈ જોષી, તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.