મિશન વિદ્યા અભિયાનના મૂલ્યાંકનમાં બહાર આવ્યું સત્ય
છેલ્લા 15 વર્ષથી ગુજરાત સરકાર કરોડો રૂપિયાના ખર્ચે રાજ્યભરમાં શિક્ષણ સુધારણા માટે અનેક અભિયાનો અને કાર્યક્રમો કરી રહી છે, તેમ છતાં ગુજરાતમાં ધોરણ 6થી 8ના 28 ટકા બાળકોને વાંચતા કે લખતાં પણ આવડતું નથી.
ગત જુલાઈ માસથી શરૂ થયેલા સરકારના મિશન વિદ્યા અભિયાનના કાર્યક્રમમાં સરાકરી સ્કૂલોની સ્થિતિનો પર્દાફાશ થયો છે. જીસીઈઆરટી દ્વારા મિશન વિદ્યા અભિયાનના મૂલ્યાંકનના પ્રેઝન્ટેશનમાં ધોરણ.6થી 8ના સરેરાશ 1,89,246 વિદ્યાર્થીઓ એટલે કે, 28.38 ટકા વિદ્યાર્થીઓને વાંચતાં, લખતાં અને ગણતાં ન આવડતું હોવાનું બહાર આવ્યું છે.
હવે સવાલ એ થાય છે કે, જો ધોરણ.6થી 8ના બાળકોની આ સ્થિતિ હોય તો પછી ધોરણ.1થી 5ની શું સ્થિતિ શું હશે?