રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા “જ્યાં માનવી ત્યાં સુવિધા” અને “સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે” શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે રેસકોર્ષ રીગ રોડ પર કિશાનપરા થી રોટરી સર્કલથી બહુમાળી ભવન ચોક થી જીલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ખાતે ડેકોરેટીવ ટાઈપ ડીવાઈડરના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના વરદ્ હસ્તે કરવામાં આવેલ.
આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, વોર્ડ નં.૦૨ પ્રભારી અને નગર પ્રાથમિક સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૭ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર, કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ, મીનાબેન પારેખ, દર્શિતાબેન શાહ, સોફિયાબેન દલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૨ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી ધેર્યભાઈ પારેખ, જયસુખભાઈ પરમાર, ભરતભાઈ વીરડા, રાજનભાઈ, કૌશિકભાઈ અઢીયા, ભરતભાઈ કાઠી, રાજુભાઈ પારેખ, ભાવેશભાઈ ટોયટા, પંકજભાઈ જોષી, ગુલાબસિંહ જાડેજા,નીતાબેન કાચા, હર્શીતાબા જાડેજા, જશુમતીબેન વસાણી, રસીદાબેન, કમલેશભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૭ પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી રમેશભાઈ પંડ્યા, કિરીટભાઈ ગોહેલ, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે લોકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા તથા શહેરને સુંદર અને આગવી ઓળખ આપવાના હેતુ સહ શહેરના મુખ્ય રસ્તા પરના રોડ ડીવાઈડર, ટ્રાફિક સર્કલ તથા ટ્રાફિક આઈલેન્ડ જનભાગીદારીથી ડેવલપ કરવા તથા નિભાવણી કરવા અંગે જુદા જુદા કામો હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે શહેરના મધ્યમાં આવેલ રેસકોર્ષ રીંગ રોડ પર રોડ ડીવાઈડર ડેવલપ કરવામાં આવનાર છે.
એજન્સી તરફથી આકર્ષક ડિઝાઈનના રોડ ડીવાઈડર ડેવલપમેન્ટ તથા પાંચ વર્ષ માટે નિભાવણી સ્વખર્ચે કરવામાં આવશે તેમજ એજન્સી તરફથી ઉતરોત્તર ૧૦%ના વધારા સાથે પ્રથમ વાર્ષિક પ્રીમિયમ રૂ.૨,૫૧,૦૦૦ તથા પાંચ વર્ષ સુધીમાં કુલ પ્રીમિયમની રકમ રૂ.૧૫,૩૨,૩૮૦ચુકવવામાં આવશે. એજન્સી તરફથી જાહેરાત માટે બે ઈલેક્ટ્રીક પોલ વચ્ચે બે ડેકોરેટીવ લાઈટીંગ કિયોસ્ક મુકવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઉપયોગ માટે મહત્તમ ૨૦% મુજબના કિયોસ્ક એજન્સી તરફથી સ્વખર્ચે મુકવામાં આવશે તથા તેમની નિભાવણી કરવામાં આવશે. રોડ ડીવાઈડરની વચ્ચે સમયાંતરે જુદા જુદા પ્રકારના આકર્ષિત તથા કલાત્મક સ્કલ્પચર મુકવામાં આવશે. ટ્રાફિક આઈલેન્ડમાં ડેકોરેટિવ ગ્રીલ, કિયોસ્ક વિગેરે મુકવામાં આવશે. રોડ ડીવાઈડરની વચ્ચે જુદા જુદા પ્રકારના સુંદર તથા રંગીન ફૂલ-છોડનું વાવેતર કરવામાં આવશે.