જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષાગત તાલીમ ભવન, અને શિક્ષણા અધિકારી અમરેલી તેમજ વ્રજ વિદ્યાલય કુંકાવાવના સુયુકત ઉપક્રમે વિજ્ઞાન મેળો ૨૦૧૮નું આયોજન થયું. આ પ્રસંગના ઉદધાટક માનનીય શ્રી ડી.વાય.એસ.પી બી.એમ.દેસાઈ સાહેબ રહ્યાં હતા.
જયારે મુખ્ય મહેમાનમાં પ્રાચાર્ય જી.શિ.તા.ભવનના દક્ષાબેન.બી.પાઠક, જિલ્લા શિક્ષણા અધિકારી સી.એમ.જાદવ શિક્ષણ નિરીક્ષક જી.એમ.સોલંકી રહેલ. તો વિશેષ અતિથી આર.એસ.શેખવા અજીતસિંહ ગોહિલ, સી.પી.ગોંડલીયા, મુકંદભાઈ મહેતા, તુલશીભાઈ મકવાણા, પ્રવિણભાઈ વસરા ઉપસ્થિત રહેલ હતા.
શિક્ષણની વિસ્તરતી જતી અવિરતક્ષિતીજો અને વિજ્ઞાન ટેકનોલોજીની સાથે સંશોધકો અને બાળવિજ્ઞાનીકો દ્વારા જુદી-જુદી ૮૦ કૃતીઓ રજુ કરવામાં આવી જેમાં કૃષી અને સજીવખેતી, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, સંસાધન વ્યવસ્થાયન, કચરાનું વિસ્થાયન, પરીવહન અને પ્રત્યાર્યણ સાથે ગણાતીક નમુના નિર્માણની કૃતીઓ દર્શાવવામાં આવી હતી.
જેમાં સજીવ ખેતી પ્લાન્ટ આદર્શ વિદ્યાલયના ઢોલરીયા અક્ષય ખુંટ કિશીય આયુર્વેદિક ઉપચારમાં સતાશીયા ક્રિષ્ના, વેકરીયા આયુશી સ્વસ્તીક શાળા બગસરા, થર્મલ સોલાર ગ્રીલ સ્ટોરેજમાં પોપટ ક્રિષ્ના, પી.મકવાણા પ્રિયાંશી , બી એ.કે.ચંદારાણા કન્યા વિ.ચલાલા, કસરતથી વિવિધ ઉર્જા પ્રાપ્તીમાં રાણપરીયા દર્શીત, શિગાળા રાહુલ-વ્રજ વિદ્યાલય દરીયાઈ ઓઈલના શુધ્ધીકરણ ભાલુઅક્ષર, કુનડીયાહર્થીલ, સ્માર્ટ પાવરહાઉસમાં રામાવત સુરેશ.
ગોસ્વામી શિવમ એન.એમ.શેઠ કુમાર વિદ્યાલય, પરીવહન પ્રત્યાર્પણ વિન્ડ હાઈવેમાં ભાલુ ઋત્વિક, ગોંડલીયા ભાર્ગવ, વોટર સીયરમાં દેસાઈ તેજસ, કાનાણી મિતુલ દ્વારા શ્રેષ્ઠ રીતે સમજાવી હતી. ગ્રામજનોની વિશાળ સંખ્યા વિજ્ઞાન મેળાનું પ્રદર્શન જોઈ બાળ વિજ્ઞાનીક તેમજ માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપેલ હતા. આ તકે ઉદયભાઈ દેસાઈ, હિતેષભાઈ આગોલા, વસંતભાઈ મોવલીયા દ્વારા અભિવાદન કર્યું હતું.