ચોટીલા ખાતે ઘરેથી ભાગીને આવેલો અજાણ્યો કિશોર મળી આવતા પોલીસે બાળકની પુછપરછ આદરી હતી જેમાં તેનું નામ પુછતાં પોતાનું નામ ગોવિંદભાઈ બચુભાઈ ભરવાડ (ઉ.વ.૧૬) હોવાનું અને ખંભાત ખાતે એચ.કે.વાઘેલા સ્કુલ ખાતે ધો.૧૧માં અભ્યાસ કરે છે ત્યાંથી ભાગીને આવેલા અને કોઈને કહ્યા વગર ટ્રાવેલ્સની બસમાં બેસી ચોટીલા દર્શન કરવા આવતો રહેલ હોવાનું જણાવેલ હતું. દરમ્યાન ચોટીલા પોલીસ દ્વારા બચુભાઈ રાજાભાઈ પરમાર (ઉ.વ.૩૨, રહે.ગુડેલ, તા.ખંભાત જી.આણંદ) મો.નં.૯૦૯૯૬ ૫૧૦૨૧નો સંપર્ક થતા પોતાનો દિકરો ગુમ થયા અંગે શોધતા હોવાનું જાણવા મળતા પોલીસ સ્ટેશન બોલાવી ગુમ થયેલ દિકરાને સોંપવામાં આવેલ. પોતાની ગુમ થયેલ દિકરો આખો દિવસની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા પરીવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ચોટીલા પોલીસ સ્ટેશનમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
Trending
- વિશ્વનું સૌથી મોટું પાણીની અંદરનું મ્યુઝિયમ
- ‘વિશ્વ ધ્યાન દિવસ–2024’: ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે
- જોડિયામાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી રૂ.1.32 લાખની માલમતા ઉઠાવી લેતા તસ્કરો
- ભચાઉ બાર એસોસિએશન ચૂંટણીમાં ધનસુખ જોગી વિજેતા
- સુરત: અમરોલી કોસાડ ગામ સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન કરાયું ખાતમુહૂર્ત
- સુરત: મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, 1 નું મો*ત
- શું તમે પણ આ Android projector વિશે જાણો છો…
- સુરત: પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ યોજાઈ