દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. વડાપ્રધાન મોદી આજે 68 વર્ષના થઈ ગયા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો જન્મદિવસની ઉજવણી તેમના સંસદીય વિસ્તાર વારાણસીમાં કરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાયક તેમની સાથે રહેશે.
Prime Minister Narendra Modi to visit to Varanasi, on September 17 and 18. On Sept 18, he will inaugurate or lay the Foundation Stone for various development projects, cumulatively worth more than Rs. 500 crore. (file pic) pic.twitter.com/zfzxk0OT5Y
— ANI (@ANI) September 16, 2018
મોદી થમિક સ્કૂલના બાળકો સાથે વાત કરવા માટે સીધા નરુર ગામ જશે. આ સ્કૂલને ‘રૂમ ટુ રીડ’ નામની એનજીઓ તરફથી મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત વડાપ્રધાન કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-પાઠ પણ કરશે.
ત્યારપછી વડાપ્રધાન શહેરમાં આવેલી મહાત્મા ગાંધીકાશી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સાથે ડીએલડબ્લ્યુ પરિસરમાં વાતચીત પણ કરશે. વડાપ્રધાન મોદી મંગળવારે બનારસની હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)માં એમ્ફીથિયટરથી કુલ રૂ. 500 કરોડથી વધુ કિંમતની વિકાસ પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.