કોંગી કોર્પોરેટરોની આગેવાનીમાં ઉગ્ર રજુઆત
થોડા વર્ષો પહેલા રાજકોટ મહાપાલિકામાં ભળેલા કોઠારીયા ગામમાં મહાપાલિકા દ્વારા પાણી વેરાના તોતીંગ બીલો ફટકારવામાં આવતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. આજે વોર્ડના કોંગી કોર્પોરેટરોની આગેવાનીમાં લતાવાસીઓએ અધિકારીઓને ઉગ્ર રજુઆત કરી હતી.
વોર્ડ નં.૧૮ના કોંગી કોર્પોરેટર નિલેશ મા, ધર્મિષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવ અને શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કોઠારીયા ગામમાં નિયમિત પાણી વિતરણ કરવામાં આવતું નથી.
આટલું જ નહીં જે પાણી અપાઈ છે તે પણ અત્યંત ગંદુ હોય છે છતાં મહાપાલિકા દ્વારા પાણીવેરાના તોતીંગ બિલો ફટકારવામાં આવ્યા છે. જેની સામે લોકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. પાણી વેરો વાર્ષિક રૂ.૮૪૦ વસુલવામાં આવે છે ત્યારે કોઠારીયાના લોકોને ૪ હજારના બિલ ફટકારાયા છે.