હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રિજની ડીઝાઈન ફાઈનલ કરવા સોમવારે બેઠક
હયાત ડિવાઈડરના સ્થાને આકર્ષક ડિવાઈડર ફીટ કરાશે: સ્ટે.ચેરમેન
શહેરના એકમાત્ર ફરવાલાયક સ્થળ એવા રેસકોર્સ રીંગ રોડ ફરતે આવેલી ડિવાઈડર બદલવામાં આવશે. આગામી સોમવારે ડિવાઈડર બદલવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. હયાત ડિવાઈડરના સ્થાને આકર્ષક ડિવાઈડર ફીટ કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યું હતું કે, હાલ રેસકોર્સ રીંગ રોડ પર પાણીની ટાંકી ટાઈપ ડિવાઈડર છે આ ડિવાઈડર વર્ષો પહેલા મુકવામાં આવી છે. હવે મહાપાલિકા દ્વારા રેસકોર્સ રીંગ રોડની શોભા વધારવા માટે આકર્ષક ડિવાઈડર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કામનું ખાતમુહૂર્ત આગામી સોમવારે મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવશે. નવી ડિવાઈડર ફીટ થયા બાદ લાઈટીંગની સુવિધામાં પણ વધારો કરવામાં આવશે. ટુંકમાં રેસકોર્સ રીંગ રોડ ખાતે ફરવા આવનાર સહેલાણીઓને મન મોહી લે તેવી ડિવાઈડરની ડિઝાઈન હશે.
ટ્રાફિક સમસ્યા હળવી કરવા હોસ્પિટલ ચોકમાં ઝડપથી બ્રિજનું નિર્માણ કામ શરૂશરૂ થાય તે માટે મુખ્યમંત્રી પણ ગંભીર
શહેરમાં માથાના દુખાવાપ બની ગયેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ જગ્યાએ ઓવરબ્રીજ અને અંડરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે શહેરના સિવીલ હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજ બનાવવા માટે ડિઝાઈન ફાઈનલ કરવા આગામી સોમવારના રોજ પદાધિકારીઓ, અધિકારીઓ અને ક્ધસલ્ટીંગ એજન્સીની એક મહત્વપૂર્ણ બેઠક મળશે. જેમાં બ્રીજની ડિઝાઈન માટે એજન્સી દ્વારા અલગ-અલગ પ્રેઝન્ટેશન રજુ કરાયા બાદ ડિઝાઈન ફાઈનલ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે હોસ્પિટલ ચોકમાં ઓવરબ્રીજનું નિર્માણકામ ઝડપથી શ થાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અંગત રસ દાખવી રહ્યા છે.
હોસ્પિટલ ચોકમાં નિર્માણ પામનાર બ્રીજની ડિઝાઈન નકકી કરવા માટે આગામી સોમવારે એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં બ્રીજની ડિઝાઈન, સર્વિસ રોડ સહિતના મુદાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને અભ્યાસ બાદ બ્રીજની ડિઝાઈન ફાઈનલ કરવામાં આવશે અને ખુબ ઝડપથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
તેઓએ ઉમેર્યું હતું કે, કેકેવી ચોકમાં આકાર લેનાર અંડરબ્રીજ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યા છે. આગામી એક થી દોઢ માસમાં ટેન્ડર મંજુર કરી બ્રીજનું નિર્માણ કામ શરૂ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે. મવડી અને રૈયા રોડ બ્રીજનું નિર્માણ કામ ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ થાય તે માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.