વડોદરા સહિતના અનેક વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી થતી: રાજકોટના બે વિદ્યાર્થી સાથે રૂ.૨૮ લાખની કરેલી ઠગાઇ
ધોરણ બાર પાસ થતા સાયન્સના વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરી મેડિકલ કોલેજમાં એડમીશન અપાવી દેવાના બહાને ઠગાઇ કરી ગેંગના ત્રણ વર્ષથી નાસતા ફરતા બે શખ્સોને વડદોરા પોલીસે ધરપકડ કર્યા બાદ રાજકોટના બે વિદ્યાર્થી સાથે કરેલી ઠગાઇના ગુનામાં સંડોવણી હોવાથી બંને શખ્સોનો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથધરી છે.
રાજકોટના ધ્યેય અને ઉજ્જવલ માને સ્વામીનારાયણ એજ્યુકેશન ગાઈડ લાઇન નામે ઓફિસ ખોલી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવી દેશે તેવી જણાવી બોગસ દસ્તાવેજ તૈયાર કરી બંને વિદ્યાર્થીના પરિવાર પાસેથી રૂ.૨૮ લાખ મેળવ્યા બાદ ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધ્યેયના પિતાની ફરિયાદ પરથી મધ્ય પ્રદેશના છતરપુરના રજનીશ ઉર્ફે નિતીન બદ્રીપ્રસાદ તિવારી, બ્રીજેશ ઓમપ્રકાશ તિવારી, ઉત્તર પ્રદેશના મહારાણી લક્ષ્મીબાઇ મેડિકલ કોલેજના ડો.સચીનમાહુર લલ્લન આર્યા, વિકાશ ઉર્ફે દિલીપસિંહ હરીઓમ દિક્ષિત, જીતેન્દ્રસિંહ ઉર્ફે અજય રાકેશકુમાર શર્મા, અણ શ્રીવાસ્તવ અને ષભ ઉર્ફે પપ્પુ પંડિત નામના શખ્સો સામે રૂ.૨૮ લાખની છેતરપિંડી અંગેની ગત તા.૨૯-૧૦-૧૫ના ફરિયાદ નોંધાવી હતી.
ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રજનીશ ઉર્ફે નિતીન શર્મા, બ્રિજેશ ઓમક્રકાશ તિવારીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
છગ ગેંગ સામે વડોદરા સહિત પાંચ સ્થળે ગુના નોંધાતા વિકાશ ઉફે૪ દિલીપસિંહ સહિતના શખ્સો ફરાર થઇ ગયા હતા. વડોદરા પોલીસે તાજેતરમાં જ વિકાશ ઉર્ફે દિલીપસિંહ હરીઓમ દિક્ષીત અને જીતેન્દ્રસિંહ ઉર્ફે અજય રાકેશકુમાર શર્માની ધરપકડ કરતા ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. બી.ટી.ગોહિલ સહિતના સ્ટાફે બંનેનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવી રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથધરી છે.