૪૯૮(એ) અંતર્ગત બીનજામીન પાત્ર વોરંટમાં હવે પતિ અને પરિવારજનો આગોતરા જામીન લઇ શકશે
પત્ની પીડીતો માટે પણ કાયદો ઘડવા સુપ્રિમે તૈયારી બતાવી છે. સંસદમાં ૧૯૮૩માં મહિલાઓના લગ્ન જીવન દરમિયાન શારીરિક અને માનસિક અત્યાચારોથી બચાવવા ૪૯૮-એ નો કાયદો લાગુ કર્યો હતો. તો હવે પતિ અને તેના સગાસંબંધીઓ માટે પણ પત્ની પીડીતોની સુરક્ષાના ઉપાયો માટે કાયદો ઘડવો જરુરી છે.
સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને ડીવાય ચંદ્રચુડની એક ખંડપીઠે કહ્યું કે મહિલાઓ માટે સંવેદનશીલ ગણાતી ધારા ૪૯૮-એ અંતર્ગત હવે પત્નીઓ કરતા પતિ પર ઉત્પીડનની સમસ્યા વધી રહી છે. અને આ ઉત્પડીન સામાજીક વિપત્તિ લાવી શકે છે.
સુપ્રિમ કોર્ટે દહેજ ઉત્પીડનના કેસમાં પતિ અને તેના પરિવારના સભ્યોની ધરપકડ સામે સુરક્ષા કવચ આપતા તેના ૨૦૧૭ ના બે જજમેન્ટને સુધારતા નવા આદેશ આપ્યા છે. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળ બેન્ચે દહેજ ઉત્પીડનના સાચા અને ખોટા કેસોમાં તફાવત કરવા માટે દેશના દરેક જીલ્લામાં પરિવાર કલ્યાણ સમીતીઓ રચવાના નિર્દેશને રદ કરી નાખ્યો હતો. સુપ્રીમના આ ચુકાદાને કારણે કલમ ૪૯૮-એ ના કેસમાં પતિ અને પરિવારજનોની તાત્કાલીક ધરપકડ નહી કરવાના સુરક્ષા કવચનો અંત આવી ગયો છે.
સુપ્રિમ કોર્ટ જણાવ્યું હતું કે ફરીયાદોના નિવારણ માટે પરિવાર કલ્યાણ સમિતિઓની જરુર નથી. દહેજ ઉત્પીડનના કેસમાં આરોપીની તાત્કાલીક ધરપકડ પરની રોક હટાવી લેતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પીડીતાની સુરક્ષા માટે ધરપકડ જરુરી છે. જો કે સાથે સાથે એમ પણ કહ્યું હતું કે આરોપીઓ માટે કાયદામાં આગોતરા જામીનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. પોલીસ પણ સીઆપીસીની ધારા ૪૧ અંતર્ગત કહે છે કે પૂરતા પુરાવા હોય તો જ ધરપકડ શકય બને છે.
મહત્વનું છે કે સુપ્રિમ કોર્ટે કહ્યું કે પરિવાર કલ્યાણ સમિતિઓ કાયદાકીય અંતરને પુરી શકે નહી દહેજ ઉત્પીડન કાયદાના દુરુપયોગ સામે સંસદે યોગ્ય નિયમો ઘડી કાઢવા જોઇએ બેન્ચે જણાવ્યું કે ૪૯૮-એ અંતર્ગત નેફઆઇઆર થયા બાદ તાત્કાલીક ધરપકડ પર રોક લગાવી આરોપીને આગોતરા જામીનની પ્રક્રિયા પણ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૮૩ દરમિયાન મહીલાઓ ઉ૫ર અત્યાચારોનું પ્રમાણ વધી ગયું હતું. અને દહેજ મામલે મહીલાઓની આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું હતું જેને પગલે દહેજ ઉત્પીડનના કાયદાને દધુ ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. જો કે હવે આ કલમ અંતર્ગત હવે ખોટા કેસોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેને પગલે હવે પત્નીઓની જગ્યાએ પતિ ઉત્પિડનનો શિકાર બની રહ્યા છે.