છેલ્લા સાત મહિનાથી એડવાન્સ પૈકિયાટિક કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે પારિકર
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરની તબીયત ફરી નાદુરસ્ત છે. છેલ્લા સાત મહિનાથી આંતરડાની બિમારીથી પીડાતા મનોહર પરિકરે મુખ્યમંત્રી પદ છોડવાની તૈયારી બતાવી છે. પારીકર તાજેતરમાં જ અમેરિકાથી ઈલાજ કરાવી પરત ફર્યા છે.
ઉલ્લેખનીય છે કે પારીકરને કૈંડોલિમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બિમારીના ઈલાજ માટે અત્યાર સુધીમાં પારીકરને ત્રણ વાર અમેરિકા જવુ પડયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે પારીકર ન્યુયોર્ક જાય તેવી સંભાવના છે. મનોહર પારીકરની નાદુરસ્ત તબીયતને લઈ વડાપ્રધાન નરેન્દ્રમોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સતત તેમના સંપર્કમાં છે.
મળતી માહિતી પ્રમાણે અમિત શાહ મનોહર પારીકર સાથે તાજેતરમાં જ વાત કરી અને ત્યાર બાદ જ ભાજપ પ્રમુખ પારીકરની જગ્યાએ કોઈ નવો અસ્થાયી ચહેરો શોધી રહ્યા છે પાર્ટી વિજય પુરાણીકને પર્યપ્રેક્ષક બનાવીને મોકલી રહી છે. તોબીજી તરફ ઓર્ગનાઈજીંગ સેક્રેટરી બીએલ સંતોષ પણ ગોવા જઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવી સંભાવના છે કે આ ઉપરાંત પણ કેટલાક વરિષ્ઠ નેતાઓ પારીકર પાસે પહોચે તેવી સંભાવના છે. ગોવામાં ભાજપ સરકારની સહયોગી પાર્ટી મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના રામકૃષ્ણ સુદાન ધલીકરને અસ્થાયી રૂપે ગોવાની બાગડોર સંભાળવાનો મોકો મળી શકે છે.
ભાજપના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ધવલીકરને ચાર્જ સોંપવા અંગે કોઈ ઠોસ નિર્ણય નથી લેવાયો પહેલા ભાજપ પર્યવેક્ષક અહી વિધાનસભાના સભ્યો અને સહયોગી પક્ષના સભ્યોને મળશે. ત્યારબાદ જ નિર્ણય લેવાશે. તો બીજી તરફ ધવલીકરે કહ્યું કે પારીકરે તેમને બોલાવ્યા હતા. પણ લીડરશીપને લઈને કોઈ વાત થઈ નથી. મહત્વનું છે કે અમેરીકાથી પરત ફર્યા બાદ પારીકર હજી સુધી સીએમઓફીસ ગયા નથી.
મહત્વનું છે કે છેલ્લા સાત મહિનાથી મનોહર પારીકરની તબીયત નાદુરસ્ત છે. અગાઉ પણ ગોવાના બજેટ સત્ર દરમિયાન પારીકરને ગૃહમાંજ પેટમાં અસહ્ય દુ:ખાવો થતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
નાદુરસ્ત તબીયતને લઈ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરે હોસ્પિટલમાંથી જ ગણેશ ચતુર્થીના ઉત્સવમાં ભાગ લેવા પોતાના પૈતૃક ઘર પારા ગામ માટે રવાના થયા હતા ૬૨ વર્ષિય પારીકરનું એડવાસ પૈંકિયાટીક કેન્સરનો ઈલાજ ચાલી રહ્યો છે. બે દિવસ પહેલા જ પારીકરને તાવ આવતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.