જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલ સાહેબ, એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.એ.ડોડીયા સાહેબ એ જીલ્લાના પેરોલ ફર્લો ફરારી/નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય જે સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કોડના પો.સબ.ઇન્સ.વી.એમ.લગારીયા તથા સ્કોડના પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હતા, આ દરમ્યાન પો.સ.ઈ શ્રી વી.એમ.લગારીયા ને ચોક્કસ ખાનગી રાહે બાતમી હકીકત દ્વારા નીચે મુજબના આરોપીની ધરપકડ કરેલ છે,
આરોપી :- મહેશભાઈ ઉર્ફે બબો નવલશંકર જોષી ઉ.વ ૪૫ રહે શીમળીયા તા.તાલાળા જી.ગીરસોમનાથ
ગુન્હાની વિગત :- આ કામનો આરોપીએ જોડીયા પો.સ્ટે ફ્સ્ટ ગુ.ર.નં ૧૬/૧૫ ઇપીકો કલમ ૪૦૬,૪૨૦,૪૧૭,૧૧૪ મુજબના ગુન્હો કરેલ હોય જે જોડીયા તાલુકાના તથા મોરબી જીલ્લાના આમરણ વિસ્તારમાં અલગ-અલગ એજન્ટો બનાવી વિશ્વાસમાં લઈ જય સોમનાથ ઇનામી ડ્રો ગ્રુપના સંચાલક તરીકે ઇનામી ડ્રો ચલાવતા હોય અને છેલ્લો પંદરમો ડ્રો નહી કરી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી ગ્રાહકોના પૈસા ડુબાડી, પોતાના ફોન બંધ કરી રહેણાક મકાને થી નાશી જઈ આ કામે મરણજનાર એજન્ટ ગીરીશભાઈ બાબુભાઈ સાંચલા રહે મેઘપર તા.જોડીયા જી.જામનગરવાળાને મરવા માટે મજબુર કરી મરણ જનારે પોતાના ઘરે ગળે ફાસો ખાઈ લેતા આપઘાત કરી લેતા ગુન્હો કરેલ હોય અને ઉપરોકત આરોપી છેલ્લા ત્રણેક વર્ષ થી નાસતો ફરતો હોય દરમ્યાન પો.સ.ઈ શ્રી વી.એમ.લગારીયાની ચોક્કસ બાતમી આધારે સુત્રાપાડા બસ સ્ટેશન પાસે રોડ ઉપર મળી આવતા ધરપકડ કરેલ છે, તેમજ સદરહુ આરોપીને જોડીયા પો.સ્ટેના ઉપરોકત ગુન્હાના કામે સોપી આપેલ છે,
આ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ :- પોલીસ સબ ઇન્સ વી.એમ.લગારીયા તથા સાથેના એ.એસ.આઈ હંશરાજભાઈ કે.પટેલ તથા વનરાજસિહં આર.વાળા તથા પો.હેડ.કોન્સ, ચંદ્રસિંહ એન.જાડેજા, વનરાજભાઈ એમ.મકવાણા પો.કોન્સ.કાસમભાઈ એમ.બ્લોચ તથા ડ્રાઈવર પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ એમ.જાડેજા