ઈન્દોરની સૈફીનગર મસ્જિદમાં વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના મુફદલ સૈફુદીન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશનાં ઈદોરની મુલાકાત લીધી છે ઈદોરની સૈફીનગર મસ્જિદ ખાતે દાઉદી વ્હોરા સમાજના કાર્યક્રમ ‘આશરા મુબારક’માં ખાસ હાજરી આપી જનમેદનીને સંબોધન કર્યું હતુ જયાં વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતુ. આ તકે પીએમ મોદી વ્હોરા સમાજના ધર્મગુરૂ સૈયદના મુફદલ સૈફુદીનને ઉમળકાભેર ભેટી પડયા હતા અને કાર્યક્રમમાં આમંત્રણ પાઠવવા બદલ આભાર વ્યકત કર્યો હતો. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, વ્હોરા સમાજ સદૈવ શાંતિનો સંદેશ આપે છે. ગુજરાતમાં દરેક પગલે વ્હોરા સમાજે સાત આપ્યો છે. અને ગુજરતાના વિકાસમાં તેમનો મોટો ફાળો રહ્યો છે. પીએમે વધુમાં જણાવ્યું કે, આપણે વસુદૈવ કુટુંમ્બકમાં માનીએ છીએ. આપણને આપણા ઈતિહાસ પર ગર્વ થવો જોઈએ ઈમામ હુસૈનને યાદ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે માનવતા માટે ઈમામ હુસૈને કુરબાની આપી વ્હોરા સમાજની વચ્ચે આવવું તે આદર સમાન છે. અને વ્હોરા સમાજ માટે હંમેશને માટે અમારા દરવાજા ખૂલ્લા છે. આ સાથે પીએમે સરકારી યોજના વિશે કહ્યું કે, દેશમાં પ્રથમ વખત સ્વાસ્થ્ય ને લઈ સૌથી મોટી યોજના લોન્ચ થઈ છે. ‘આયુષ્યમાન ભારત’ યોજના એ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. આ સાથે દર્દીઓ માટે સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાઈ છે. જેનો લાભ દરેક ગરીબ સુધી પહોચાડવા સરકાર કટીબધ્ધ છે.