પત્નીને છુટાછેડા દઇ લગ્નની લાલચ આપી રાજકોટના ફેલેટમાં આચર્યુ દુષ્કર્મ
મોરબીમાં શિક્ષક સંઘના પ્રમુખ રહી ચુકેલા ભૂતપૂર્વ શિક્ષકે મહિલા શિક્ષીકા સાથે અનેક વખત દુષ્કર્મ આચરી તેના ફોટો વિડીયો બનાવસ સગાઓને મોકલી બદનામ કરવાની ધમકીઓ આપી હોવાથી મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઇ છે.
રાજકોટની રહેવાસી અને વાંકાનેર તાલુકામાં શિક્ષીકા તરીકે બજાવતી મહીલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, અગાઉ મોરબી જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકે હોદો ધરાવતા વિજયભાઇ સરડવા સાથે ઓળખ થઇ હતલ. જેેણે મિત્રતા કેળવી બાદમાં રાજકોટના ફલેટમાં લઇ જઇને તેને લગ્નની લાલચ આપી શરીર સંબધ બાંઘ્યા હતા. તેના લગ્ન થઇ ચુકયા હોવાથી પત્નીને છુટાછેડા આપવાનું જણાવીને અનેક વખત શરીર સંબંધ બાંધી ફોટો અને વિડીયો બનાવી તેમજ મિત્રતા દરમિયાનના મેસેજ અને પત્રો લખ્યા હતા. જે સગાઓને મોકલી બદનામ કરવાની ધમકીઓ આપી હતી.
શિક્ષિકાની સગાઇ થઇ હોય તેના ભાવી પતિને ફોન કરીને સગાઇ તોડવાના પ્રયત્નો કર્યા હોવાનું પણ જણાવ્યું છે. પોલીસે દુષ્કર્મ તેમજ ધમકીઓ આપવા ઉપરાંત આઇટી એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.