પૂર્વસરપંચ સાથે કેમ કામ કરે છે તેમ કહી બે શખ્સોએ કામ પાર પાડયુ
સાયલાના આંબેડકરનગરમાં બે યુવાનોએ પર્વ સરપંચ સાથે કેમ કામ કરી બોલે છે. તેમ કહીને રીવોલ્વર બતાવી હતી. અન્ય કોન્ટ્રાકટ પાસે વીસ હજારની માંગણી કરી દસ હજાર પડાવી રીવોલ્વર બતાવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યોહતો. આ બાબતે સાયલા પોલીસે જુદી જુદી બે ફરિયાદ દાખલ કરીનેવધુ તપાસ હાથ ધરી છે. સાયલાના આંબેડકરનગરમાં રહેતા જીતુભાઇ નટવરભાઇ અને પ્રદિપભાઇ નટવરભાઇ પરમારે તેમના વિસ્તારમાં રહેતા અશોકભાઇ મગનભાઇ ચાવડાને પૂર્વ સરપંચ મુકેશભાઇ જાદવ અને રાજુભાઇ બેચરભાઇના ભાઇ સાથે કેમ કામ કરે છે અને બોલે છે તેમ કહીને જીતુભાઈએ રીવોલ્વર બતાવી જાનથી મારી નાખીનાંખવાની ધમકી આપી હતી.
જયારે બીજી ફરીયાદમાં સેન્ટીંગ કામના કોન્ટ્રાકટર સુરેશભાઈ વશરામભાઈ મકવાણા પાસે જીતુભાઇ અને પ્રદિપભાઇએ રૂ.20 હજારની માંગણી કરી હતી. ત્યારબાદ રીવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂ.10 હજાર પડાવી લીધા હતા. આ બાબતે મામલો સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને સાયલા પોલીસે જુદી જુદી બે ફરીયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.